શોધખોળ કરો
Coronavirus: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14492 કેસ, 326 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં 14 હજાર 492 નવા કેસ નોંધાયા છે.

મુંબઈ: દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં 14 હજાર 492 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 326 લોકોના મોત થયા છે અને સારવાર બાદ 12 હજાર 243 લોકો સ્વસ્થ થયા છે. અહીં રિકવરી રેટ 71.37 ટકા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ, નવા કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6 લાખ 43 હજાર 289 પર પહોંચી છે.
સ્વાસ્થ્ય વિભાગના મુજબ, કુલ પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધીમાં સારવાર બાદ 4 લાખ 59 હજાર 124 લોકો સ્વસ્થ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 62 હજાર 491 છે. કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21 હજાર 359 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસનો મૃત્યુદર 3.32 ટકા છે.
જ્યારે બીએમસીએ જણાવ્યું કે રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1275 નવા કેસ સામે આવ્યા છે અને 976 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ વાયરસના કારણે વધુ 46 લોકોના મોત થયા છે. મુંબઈમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 32 હજાર 817 થઈ ગઈ છે. જેમાંથી 18 હજાર 170 એક્ટિવ કેસ છે અને 1 લાખ 7033 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. શહેરમાં સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 7311 લોકોના મોત થયા છે.
મુંબઈની ઝુપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 17 કેસ નોંધાયા છે. ત્યારબાદ અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 2697 થઈ ગઈ છે.
વધુ વાંચો





















