Aero India Show 2023: બેંગલુરુમાં આજથી એરો ઈન્ડિયાની થઈ શરૂઆત, વિશ્વએ જોઈ ભારતની તાકાત
Aero India Show 2023: 13 થી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા 'એરો ઈન્ડિયા'માં દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સ ઉત્પાદન માટે ઉભરતા હબ તરીકે દર્શાવશે.
Aero India Show 2023 In Bengaluru: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યુ. આ કાર્યક્રમ કર્ણાટકના બેંગલુરુમાં એરફોર્સના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર યોજાઈ રહી છે. 'એરો ઈન્ડિયા' દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સ ઉત્પાદન માટે ઉભરતા હબ તરીકે દર્શાવશે.
આ કારણે, 13 થી 17 ફેબ્રુઆરી સુધી, બેંગલુરુ પોલીસે રાજધાની શહેરમાં ભીડને ટાળવા માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, એરો ઈન્ડિયા 2023 ની થીમ "એક અબજ તકોનો રનવે" છે.
વિવિધ હેલિકોપ્ટરની ટુકડી સામેલ થશે
આ મામલે એચએએલએ જણાવ્યું કે આ અત્યાધુનિક વિમાન વર્તમાન સમયના યુદ્ધના માહોલ માટે ખૂબ જ ઉપયોગી અને ઈલેક્ટ્રોનિક તથા ઈન્ફ્રારેડ ઈન્વેસ્ટિગેશન વાયર કન્ટ્રોલ સિસ્ટમથી લેસ છે. આ એર શૉમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે કંપનીના ૧૫ હેલિકોપ્ટરોના માધ્યમથી આત્મનિર્ભર વિન્યાસનું પ્રદર્શન કરાશે. તેમાં અત્યાધુનિક હળવા હેલિકોપ્ટર પ્રચંડ, હળવા લડાકૂ હેલિકોપ્ટર અને હળવા ઉપયોગી હેલિકોપ્ટર સામેલ થશે.
#WATCH | Air show displayed at the 14th edition of #AeroIndia2023 at Air Force Station, Yelahanka in Bengaluru, Karnataka.
— ANI (@ANI) February 13, 2023
Prime Minister Narendra Modi present at the event.
(Source: DD) pic.twitter.com/DX5u0TYu7r
અમેરિકી પ્રતિનિધિમંડળ પણ જોડાશે
આ એર શૉની 14મીઆવૃત્તિમાં ભાગ લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ બેંગ્લુરુ આવી રહ્યા છે. બેંગ્લુરુ સ્થિત અમેરિકી દૂતાવાસના ઈન્ચાર્જ અધિકારી એલિઝાબેથ જોન્સે કહ્યું કે આ મુખ્ય એર શૉના ઈતિહાસમાં તેમના દેશનું પ્રતિનિધિમંડળ અત્યાર સુધીનું સૌથી મોટું હશે.
#WATCH | Chief of the Air Staff Air Chief Marshal VR Chaudhari leads the Gurukul formation during the flypast at the inaugural ceremony of #AeroIndia2023 in Bengaluru, Karnataka. pic.twitter.com/kenaR0er69
— ANI (@ANI) February 13, 2023
'સ્વદેશી'નો પ્રચાર કરશે
એરો ઈન્ડિયા 2023 માં 80 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. લગભગ 30 દેશોના મંત્રીઓ, વૈશ્વિક અને ભારતીય OEMના 65 CEO આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. PMOએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)-તેજસ, HTT-40, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH), લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) જેવા સ્વદેશી એરિયલ પ્લેટફોર્મની નિકાસને પ્રોત્સાહન આપશે
Karnataka | Prime Minister Narendra Modi at the 14th edition of #AeroIndia2023 at Air Force Station, Yelahanka in Bengaluru. pic.twitter.com/sloe3vrAhZ
— ANI (@ANI) February 13, 2023