શોધખોળ કરો
Advertisement
Coronavirus: અત્યાર સુધીમાં મુંબઈની ધારાવીમાં કોરોનાના કુલ 17 કેસ, 3ના મોત
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસના કારણે કુલ ત્રણ લોકોના મોત થયા છે.
મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસના કારણે કુલ ત્રણ લોકોના મોત થયા છે. અહીં 70 વર્ષના એક મહિલાનું કલ્યાણ વાડી વિસ્તારમાં મોત થયું છે. દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં લોકો કોરોના વાયારસથી સંક્રમિત દર્દીઓ 1346 છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 72 લોકોના મોત થયા છે. મુંબઈના 746 કેસ સહિત મહારાષ્ટ્રમાં 1346 કેસ નોંધાયા છે. મુંબઈની ધારાવીમાં કોરોના વાયરસના કુલ 17 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે મુંબઈમાં આજે 9 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 54 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 કેસોમાં 591 કેસનો વધારો થયો છે. કોરોના વાાયરસના કારણે 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 5,865 કેસ નોંધાયા છે, જેમાં 5,218 સક્રિય કેસ છે, 478 સ્વસ્થ થયા છે અને 169 લોકો મૃત્યુ પામ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement