Target Killing: જમ્મુ કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, આતંકીઓએ UPના બે મજૂરો પર ગ્રેનેડ હુમલો કર્યો
શોપિયાના હરમન વિસ્તારમાં આતંકીઓએ બંને મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો
Target Killing In Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટના અટકવાનું નામ લઇ રહી નથી. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કરીને બે મજૂરોની હત્યા કરી હતી. આ મજૂરોની ઓળખ મનીષ કુમાર અને રામ સાગર તરીકે થઈ છે. બંને ઉત્તર પ્રદેશના કન્નોજના રહેવાસી હતા.
Terrorists lobbed hand grenade in Harmen, Shopian in which two labourers namely Monish Kumar & Ram Sagar, both residents of Kannauj, UP got injured. They were shifted to the hospital where they succumbed. Area cordoned off: Jammu and Kashmir Police
— ANI (@ANI) October 17, 2022
શોપિયાના હરમન વિસ્તારમાં આતંકીઓએ બંને મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો બંનેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મીડિયા સાથે વાત કરતા એડીજીપી કાશ્મીર ઝોન વિજય કુમારે કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાનો આતંકવાદી ઇમરાન બશીર ગની, હરમન હતો જેણે આ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો. શોપિયા પોલીસ દ્વારા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અને દરોડા ચાલુ છે.
Hybrid terrorist of proscribed terror outfit LeT Imran Bashir Ganie of Harmen, Shopian who lobbed grenade arrested by Shopian police. Further investigation and raids are going on: ADGP Kashmir zone, Vijay Kumar
— ANI (@ANI) October 17, 2022
(file photo) pic.twitter.com/LCexK7T09H
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા સમયે બંને કામદારો ટીન શેડમાં સૂતા હતા. આ દરમિયાન આતંકીઓએ તેના પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટની હત્યા કરી હતી
15 ઓક્ટોબરે પણ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા હતા. શોપિયાંમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટની ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સહિત રાજકીય પક્ષોએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. પોલીસના નિવેદન અનુસાર, આતંકવાદી સંગઠન કાશ્મીર ફ્રીડમ ફાઈટરે પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યાની જવાબદારી લીધી છે.