શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- 20 કરોડ જનધન એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા
નાણામંત્રીએ કહ્યુ કે, કુલ 20 કરોડ જનધન એકાઉન્ટમાં પૈસા નાખવામાં આવ્યા છે. જન ધન યોજના હેઠળ મહિલા ખાતાધારકોને 20,267 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજના પાંચમા હપ્તાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યુ કે, કુલ 20 કરોડ જનધન એકાઉન્ટમાં પૈસા નાખવામાં આવ્યા છે. જન ધન યોજના હેઠળ મહિલા ખાતાધારકોને 20,267 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદોને સીધા રૂપિયા આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 16 હજાર 394 કરોડ સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને 6.81 કરોડ ઉજ્જવલા સિલિન્ડર આપવામાં આવ્યા છે.
નાણામંત્રીએ કહ્યુ કે, આઇટીનો ઉપયોગ કરતા ઇસ્ટ સંજીવની કંન્સલ્ટેન્સી સર્વિસની શરૂઆત કરી છે. આરોગ્ય સેતુ એપને કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. ભીમ એપની જેમ આ એપ પણ લોકોને ખૂબ લાભકારી નીવડી છે. અગાઉ જ્યાં ભારતમાં એક પણ પીપીઇ કિટ બનાવવાની એક પણ કંપની નહોતી. આજે 300થી વધુ યુનિટ છે. આજે એક જ દિવસમાં 3 લાખથી વધુ પીપીઇ કિટ બનાવવામાં આવી રહી છે. એન95 માસ્ક પણ લાખોની સંખ્યામાં બનાવવામાં આવી રહ્યા છે. લગભગ 11 કરોડ એચસીક્યૂ ટેબલેટનું ઉત્પાદન કર્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવેલી ટ્રેનોનું ભાડુ 85 ટકા કેન્દ્ર સરકારે આપ્યું છે. ટ્રેનની અંદર જમવાનું પણ અપાયું છે. ઘણા પ્રવાસી મજૂરો પોતાના ગામમાં જઇ રહ્યા છે જેથી મનરેગામાં કેટલીક જોગવાઇઓ કરાઇ છે જેથી તેઓ મનરેગામાં જોડાવા માંગે છે તો અરજી કરી શકે. સરકારે હવે મનરેગામાં વધારાના 40 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion