શોધખોળ કરો
Advertisement
વતનથી દૂર પરીક્ષા આપવા ગઈ હતી યુવતી, રાત્રે પિતરાઈ ભાઈ લઈ ગયો હોટલમાં ને પછી.....
આ ઘટના 22 સપ્ટેમ્બરે બની હતી પરંતુ યુવતીએ આ અંગે બે દિવસ પહેલા મહેન્દ્રગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નવી દિલ્હીઃ 24 વર્ષીય યુવતી બે મહિના પહેલા તેના વતનથી દૂર ગુડગાંવમાં પરીક્ષા આપવા ગઈ હતી. આ દરમિયાન પરીક્ષા કેન્દ્રની બહાર તેની મુલાકાત દુરના પિતરાઈ ભાઈ સાથે થઈ હતી. પરીક્ષા પૂરી થયા બાદ બંને હોટલમાં ગયા હતા. જ્યાં રાત્રિ દરમિયાન પિતરાઈ ભાઈએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
આ ઘટના 22 સપ્ટેમ્બરે બની હતી પરંતુ યુવતીએ આ અંગે બે દિવસ પહેલા મહેન્દ્રગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશને ઝીરો એફઆઈઆર નોંધીને તેને ગુડગાંવના મહિલા પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી હતી. ગુડગાંવ પોલીસના પીઆરઓ સસુભાષ બોકનના જણાવ્યા મુજબ, તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને પીડિતાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે.
પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, તે ગુડગાંવમાં પરીક્ષા આફવા ગઈ ત્યારે પરીક્ષા સેન્ટર પર દૂરના પિતરાઈ ભાઇ સાથે મુલાકાત થઈ હતી. પરીક્ષા પૂરી થયા બાદ તે ગુડગાંવના બસ સ્ટેન્ડ નજીક આવેલી હોટલમાં લઇ ગયો હતો. રાત્રે જ્યારે હું ઊંઘી ત્યારે તેણે મારા પર દુષ્કર્મ આચર્યું અને જો આ અંગે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હતી. ઘરે પરત ફર્યા બાદ તેણે થોડા દિવસો પહેલા પરીવારને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યો હતો. જે બાદ તેઓ પીડિતાને લઇ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન અમદાવાદના યાત્રીનું હાર્ટએટેકથી મોત, જાણો વિગતે
ભારતીય ટીમના ટેસ્ટ ખેલાડીઓએ ગુલાબી બોલથી કરી પ્રેક્ટિસ, 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમશે ડે-નાઇટ ટેસ્ટ મેચ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement