શોધખોળ કરો
Advertisement
બિહારઃ મુઝફ્ફરપુરના ગરીબનાથ મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ થતાં 25 ઇજાગ્રસ્ત
પટણાઃ બિહારના મુઝફ્ફરપુરમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના રોજ ગરીબનાથ મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી. આ ભાગદોડમાં અનેક કાવડિયા સહિત કુલ 25 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘાયલોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ એકઠા થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય છે.
બિહાર સરકારે શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડે નિયંત્રિત કરવા માટે તમામ દાવા કર્યા હતા. પરંતુ સોમવારે સવારે થયેલી આ દુર્ઘટનાએ સરકારની તમામ પોલ ખોલી નાખી હતી. મુઝફ્ફરપુરના હરિ સભા ચોક પાસે ભાગદોડ મચી ગઇ હતી. દુર્ઘટનામાં ઘાયલો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement