શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓએ કર્યો હુમલો, CRPFના 3 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે આતંકવાદી હુમલામાં કેંદ્રીય રિઝર્વ પોલીસ બળ CRPFના ત્રણ જવાન શહીદ થયા છે. જ્યારે સાત જવાન ઈજાગ્રસ્ત થયા છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે આતંકવાદી હુમલામાં કેંદ્રીય રિઝર્વ પોલીસ બળ CRPFના ત્રણ જવાન શહીદ થયા છે. જ્યારે સાત જવાન ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ક્રાસગુંદ વિસ્તારવા વંગામ-કઝિયાબાદમાં હુમલાવરોએ સીઆરપીએફની એક નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો.
અધિકારીઓ અનુસાર, આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાનના મોત થયા છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. હુમલાવરોની શોધ કરવા માટે વધુ સુરક્ષાકર્મીઓ ત્યાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાલે જ ઉત્તર કાશ્મીરના હંદવાડા ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક કર્નલ સહિત પાંચ જવાન શહીદ થયા હતા. શહીદ થનારા જવાનોમાં રાષ્ટ્રીય રાઈફલની 21મી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સાથે મેજર અનુજ સૂદ, નાયક રાજેશ, લાંસ નાયક દિનેશ અને જમ્મુ કાશ્મીર પોલીસના સબ ઈન્સપેક્ટર સગીર અહમદ પઠાન ઉર્ફ કાઝી હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement