શોધખોળ કરો
Advertisement
રેલવેની મોટી કાર્યવાહી- ‘સામાન્ય લોકોના હિત’માં 32 અધિકારીઓને બળજબરીપૂર્વક કર્યા નિવૃત
રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, કામન લઇને અસક્ષમતા, સંદિગ્ધ જૂથવાદ અને સારો રેલવે સેવક ન હોવાના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ રેલવેએ પોતાના 32 અધિકારીઓને નક્કી તારીખ પહેલા જ નિવૃત કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેનું કહેવું છે કે આ અસ્માન્ય પગલું પબ્લિક ઇન્ટરેસ્ટને જોતા લેવામાં આવ્યું છે. આ અધિકારીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, કામન લઇને અસક્ષમતા, સંદિગ્ધ જૂથવાદ અને સારો રેલવે સેવક ન હોવાના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેના ઇતિહાસમાં પ્રથમવાર આવું બીજીવાર થયું છે. આ અગાઉ 2016-17માં રેલવેએ પોતાના ચાર અધિકારીઓને સ્થાઇ રીતે સેવાનિવૃત કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓના મતે એક સમયગાળા બાજ સમીક્ષા થવી રેલવેના નિયમોમાં છે. પરંતુ એવું ઓછું થતું હતું કે કોઇને પરમેન્ટ રિટાયરમેન્ટ આપી દેવામાં આવે. નોંધનીય છે કે વડાપ્રધાન ઓફિસે નોન પરફોર્મન્સ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કહ્યુ હતું. પીએમઓના સ્પષ્ટ નિર્દેશ હતા કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
સરકાર પાસે બળજબરીપૂર્વક રિટાયરમેન્ટ કરવાનો વિકલ્પ દાયકાઓથી છે પરંતુ અત્યાર સુધી તેનો ઉપયોગ ખૂબ ઓછી વાર કરવામાં આવ્યો છે. જોકે, વર્તમાન સરકાર આ નિયમને કડક રીતે લાગુ કરવામાં લાગી છે. આ નિયમોમાં અત્યાર સુધી ગ્રુપ એ અને બીના અધિકારીઓ સામેલ હતા પરંતુ હવે ગ્રુપ સીના અધિકારીઓને તેના દાયરામાં લાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion