શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ 4 ખાનગી લેબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મળી મંજૂરી? જાણો
ગુરુવારે સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે 35 ખાનગી લેબને તપાસની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે.
અમદાવાદઃ કોરોના વાયરસને લીધી દેશમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસ સંક્રમણથી લોકોને બચાવવા માટે અને તેના પ્રસારને રોકવા માટે સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે 35 ખાનગી લેબને તપાસની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે. આ 35 ખાનગી લેબની યાદીમાં ગુજરાતની 4 લેબનો સમાવેશ થયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે 4 ખાનગી લેબને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 3 અમદાવાદની છે જ્યારે 1 સુરતની લેબ છે. - યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ - સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ - એસ.એન. જનરલ લેબ પ્રા.લિ., નાનપુરા, સુરત - પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદ સરકાર તરફથી ગુજરાતની 4 સહિત કુલ 35 ખાનગી લેબની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરાવી શકાય. આ લેબમાં દિલ્હીમાં 6, હરિયાણામાં 3, કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં 9, ઓડિશામાં 1, તમિલનાડુમાં 4, તેલંગાનામાં 5 અને પશ્ચિમ બંગાળમાં 1 લેબનો સમાવેશ થાય છે. આમ, કુલ 9 રાજ્યમાં 35 ખાનગી લેબોને ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.35 private laboratories across the country have been given the green signal from Indian Council of Medical Research (ICMR) to conduct #COVID19 tests. pic.twitter.com/gkhab68PdL
— ANI (@ANI) March 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement