શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CAAનું સમર્થન કરતા ગોવા કૉંગ્રેસના ચાર નેતાઓએ આપ્યા રાજીનામા
ગોવા કૉંગ્રેસના ચાર નેતાઓએ નાગરિકતા કાયદો અને એનઆરસી પર પાર્ટીથી વિરૂદ્ધ જઈ રાજીનામા આપી દિધા છે.
પણજી: ગોવા કૉંગ્રેસના ચાર નેતાઓએ નાગરિકતા કાયદો અને એનઆરસી પર પાર્ટીથી વિરૂદ્ધ જઈ રાજીનામા આપી દિધા છે. પણજી કૉંગ્રેસ બ્લોક સમિતિના અધ્યક્ષ પ્રસાદ અમોનકર, ઉત્તર ગોવા અલ્પસંખ્યક પ્રકોષ્ઠ પ્રમુખ જાવેદ શેખ, બ્લોક સમિતિ સચિવ દિનેશ કુબલ અને નેતા શિવરાજ તારકરએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ કહ્યું તેઓ સીએએનું સમર્થન કરે છે.
અમોનકરે વાતચીત દરમિયાન કૉંગ્રેસ પર સીએએને લઈને લોકોને ખાસ કરીને લધુમતિઓને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, અમે સીએએ અને એનઆરસી પર કૉંગ્રેસના ખોટા નિર્ણયનો વિરોધ કરીએ છીએ. નાગરિકતા કાયદાનું સ્વાગત કરવામાં આવવું જોઈએ.
અમોનકરે કહ્યું કૉંગ્રેસે લોકોને રાજકિય લાભ માટે ગુમરાહ કરવાનું અને લધુમતિઓમાં ભય પેદા કરવાનું બંધ કરવુ જોઈએ. તેમણે કહ્યું, અમે સીએએ અને એનઆરસીની વિરોધમાં થયેલા પ્રદર્શનમાં સામેલ હતા, પરંતુ અમે પછી ખબર પડી કે નેતા પોતાના ભાષણોથી લધુમતિઓના મનમાં ભય પેદા કરવાની કોશિશ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion