શોધખોળ કરો
Advertisement
ગણતંત્ર દિવસ પર આસામના બે જિલ્લામાં ચાર વિસ્ફોટ, કોઇ જાનહાનિ નહી
એક વિસ્ફોટ ચરાઇદેવમાં કરવામાં આવ્યો. જોકે, હજુ સુધી આ વિસ્ફોટમાં કોઇનું મોત થયાની કોઇ જાણકારી નથી.
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના અવસર પર આસામના બે જિલ્લા (ડિબ્રૂગઢ અને ચરાઇદેવ)માં ગ્રેનેડ મારફતે ચાર મોટા વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ રવિવારે સવારે થયો જ્યારે ગણતંત્ર દિવસ સમારોહને લઇને આખા દેશમાં ઉત્સવનો માહોલ છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક વિસ્ફોટ ચરાઇદેવમાં કરવામાં આવ્યો. જોકે, હજુ સુધી આ વિસ્ફોટમાં કોઇનું મોત થયાની કોઇ જાણકારી નથી.
ડિબ્રૂગઢમાં ત્રણ વિસ્ફોટ થયા જેમાં એક વિસ્ફોટ ગ્રાહમ બજારના નેશનલ હાઇવે 37 પાસે એક દુકાનમાં થયો હતો. તે સિવાય ડિબ્રૂગઢમાં એક ગુરુદ્ધારાની પાસે વિસ્ફોટ થયો હતો. ડિબ્રૂગઢમાં આ બંન્ને સિવાય ત્રીજો વિસ્ફોટ દુલિયાજાનના ઓઇલ ટાઉનમાં થયો હતો. તપાસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે.
Assam: An explosion has taken place at a shop near NH 37 at Graham Bazaar in Dibrugarh. Police and other officers have reached the spot. More details awaited. https://t.co/7v6gghmBVt pic.twitter.com/2SrLpcwgxA
— ANI (@ANI) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement