શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ : આ પાંચ રાજ્યોમાં છે 69 ટકા COVID-19 સંક્રમિત દર્દી
સૌથી વધુ કેસ પાંચ રાજ્યોમાંથી આવી રહ્યા છે. ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓમાંથી 69 ટકા દર્દીઓ માત્ર પાંચ રાજ્યોના છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 246628 પર પહોંચી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 6929 દર્દીઓના મોત થયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે પરંતુ સૌથી વધુ કેસ પાંચ રાજ્યોમાંથી આવી રહ્યા છે. ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓમાંથી 69 ટકા દર્દીઓ માત્ર પાંચ રાજ્યોના છે.
આ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન છે. આ પાંચ રાજ્યોમાં દેશના 69.21 ટકા દર્દીઓ છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે.
- મહારાષ્ટ્રમાં 89,968 લોકો સંક્રમિત છે.
- તમિલનાડુમાં 30,152 લોકો સંક્રમિત છે.
- દિલ્હીમાં 27,654 લોકો સંક્રમિત છે.
- ગુજરાતમાં 19,592 લોકો સંક્રમિત છે.
- રાજસ્થાનમાં 10,331 લોકો સંક્રમિત છે.
ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓ રાજ્યવાર જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં 33.65 ટકા સંક્રમિત દર્દી છે. તમિલનાડુમાં 12.22 ટકા, દિલ્હીમાં 11.21 ટકા, ગુજરાતમાં 7.94 ટકા અને રાજસ્થાનમાં 4.18 ટકા દર્દી છે. આ પાંચ રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ રાજ્યોમાં સંક્રમણના કારણે ઘણા દર્દીઓના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement