Accident: જાનની કારનો બસ સાથે ભયંકર અકસ્માત, 7 જાનૈયાના કમકમાટીભર્યા મોત
પૂરપાટ ઝડપે આવતી બસે કારને ઝપેટમાં લેતા એક સાથે 7 લોકોએ જીવ ગુમાવ્યો તો 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
Accident:રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નના જાનની કાર બસ સાથે અથડતા 7 લોકોના કમકમાટીભર્યો મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. વાજતે ગાજતે લગ્ન માટે જતી કારનો અકસ્માત થતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે, અકસ્માત એટલો ભયંકર હતો કે બહુ લાંબા સમય સુધી રસ્તો ક્લિયર ન થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માત રાજસ્થાન નાગૌરના ખુંગખુના વિસ્તારમાં બાથંડી ક્રોસિંગ પાસે થયો હતો. સીકરના જાટ બજાર વિસ્તારનો પરિવાર નાગોર લગ્ન માટે જાન લઇને જતો હતો. આ સમય દરમિયાન સામેથી આવી રહેલી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસે કારને અડફેટે લેતા કારમાં સવાર 7નાં કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં મોહમ્મદ શાહરૂખ, સદ્દામ, તોહીદ, ઝુબેર, રશીદ, આસિફ અને રશીદના મોત થયા હતા. તમામની ઉંમર 31 વર્ષની આસપાસ હોવાનું સામે આવ્યું છે.
એક પરિવારના બે પુત્રોના મોત
અકસ્માતમાં મૃત્યુ પામેલા ઝુબેર અને આસિફના પિતા વિદેશમાં નોકરી કરે છે. તેમને પણ જાણ કરવામાં આવી છે. આજે સાતેયના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.ઘટનામાં મૃત્યુ પામેલા મોટાભાગના યુવકો શ્રમિક હતા. છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિસ્તારના લોકો દુલ્હના આગમની તૈયારી કરી રહ્યાં હતા અને અકસ્માતના સમાચાર મળતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે.
આ પણ વાંચો
Vegetable Price: ગૃહિણી માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં થયો ધરખમ ઘટાડો
Affordable Budget Cars: જો 5 લાખથી પણ ઓછું છે બજેટ તો વધુ માઇલેજ આપતી આ કાર છે બેસ્ટ
Weather Update Today: દેશના આ 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ