શોધખોળ કરો
Advertisement
દેશમાં અલ-કાયદાના મોડ્યૂલનો પર્દાફાશ, NIAની રેડમાં 9 શંકાસ્પદ આતંકીની ધરપકડ
આ ગ્રુપ સક્રિય રીતે ફંડ મેળવવામાં લાગ્યા હતા અને ગ્રુપના કેટલાક સભ્યો હથિયાર અને સશ્ત્રોની ખરીદી માટે દિલ્હી પ્રવાસની યોજના બનાવી રહ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં અલ કાયદાના મોડ્યૂલનો ભાંડા ફોટ થયો છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં એનઆઈએએ અલકાયદાના 9 શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. આજે એનઆઈએની ટીમને અનેક જગ્યાએ રેડ પાડી હતી. એનઆઈએએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના કર્ણાકુલમમાં રેડ પાડી. એનઆઈએએ કહ્યું કે, તમામ ધરપકડ કરવામાં આવેલ આતંકવાદી આતંકી ષડયંત્ર સાથે જોડાયેલ છે.
પાકિસ્તાનમાં બેસેલ આતંકીઓએ બનાવ્યા હતા કટ્ટરપંથી
એનઆઈએએ કહ્યું કે, શરૂઆતની તપાસ અનુસાર આ ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સ્થિત અલ-કાયદા આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય રાજધાની સહિત અનેક સ્થળો પર હુમલો કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. એનઆઈએએ કહ્યું કે, આ મામલે વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
દિલ્હીમાં હુમલો કરવા માગતા હતા આતંકી
આ ગ્રુપ સક્રિય રીતે ફંડ મેળવવામાં લાગ્યા હતા અને ગ્રુપના કેટલાક સભ્યો હથિયાર અને સશ્ત્રોની ખરીદી માટે દિલ્હી પ્રવાસની યોજના બનાવી રહ્યા હતા. શક્ય છે કે, આ ધરપકડ બાદ દેશના અનેક ભાગમાં સંભવિત આતંકી હુમલાનો રોકી શકાશે.
રેડમાં હથિયાર અને અન્ય ડિવાઇસ મળી આવ્યા
એનઆઈએએ કહ્યું કે, રેડ દરમિયાન મોટી સંખ્યામાં ડિજિટલ ઉપકરણ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, ઘરેલુ શારીરિક કવચ અને હોમમેડ એક્સપ્લોસિવ ડિવાઈસ મળી આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement