78 વર્ષની મહિલાએ 10 તોલા સોનું સહીત તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી દીધી
Dehradun : દેહરાદૂનની રહેવાસી 78 વર્ષીય મહિલા પુષ્પા મુંજિયાલે રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિના માલિક બનાવી દીધા છે.
Uttarakhand : ઉત્તરાખંડની એક મહિલાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિ આપી દીધી છે. દેહરાદૂનની એક 78 વર્ષીય મહિલાએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીને આપી દીધી છે. જેમાં 50 લાખની સંપત્તિ તેમજ 10 તોલા સોનાનો સમાવેશ થાય છે.
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો ખરાબ રીતે પરાજય થયો છે. ત્યારબાદ પાર્ટી પરસ્પર તણાવનો સામનો કરી રહી છે. આ દરમિયાન મહિલાએ રાહુલ ગાંધી અને તેમના વિચારોને દેશ માટે જરૂરી ગણાવ્યા છે અને પોતાની બધી સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી દીધી.
Pushpa Munjiyal a 78 yrs old woman from Dehradun has donated all her wealth to Rahul Gandhi ❤️
— Surbhi✨ (@SurrbhiM) April 4, 2022
She said India needs Rahul Gandhi !!
God bless her ❣️ pic.twitter.com/Dpe5jPzp9i
દેહરાદૂનની રહેવાસી 78 વર્ષીય મહિલા પુષ્પા મુંજિયાલે રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિના માલિક બનાવી દીધા છે. તેણે રાહુલ ગાંધીને માલિકીનું ટાઈટલ આપી દેહરાદૂન કોર્ટમાં વસિયતનામું રજૂ કર્યું છે.
મહિલાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે, તેથી તે પોતાની મિલકત રાહુલ ગાંધીના નામે કરી રહી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની જંગમ અને સ્થાવર મિલકત અને 10 તોલા સોનું પણ સામેલ છે.
આ મુદ્દે કોંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ કહ્યું કે મહિલાએ રાહુલ ગાંધીના નામે પોતાની સંપત્તિનું વસિયતનામું પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહને તેમના નિવાસસ્થાને સોંપ્યું છે. કોંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ જણાવ્યું કે મહિલાએ કહ્યું કે રાહુલ ગાંધીના પરિવારે દેશની આઝાદીથી લઈને આજ સુધી હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. પછી તે ઈન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી, તેમણે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.