શોધખોળ કરો
Advertisement
એક પરિવારના માત્ર 4 લોકોએ ભોપાલથી દિલ્હી જવા કરાવ્યું 180 સીટનું પ્લેન બુક, જાણો કેટલા લાખ રૂપિયાનું કર્યું આંધણ ?
ATFના ભાવના આધારે A320 એરબસનું કલાકનું ભાડું 4 થી 5 લાખ રૂપિયા હોય છે.
નવી દિલ્હીઃ ભોપાલ એરપોર્ટનું નામ જાણીતા રાજા ભોજના નામ પરથી રાખવામાં આવ્યું છે. સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ ધીમે ધીમે શરૂ થઈ છે પરંતુ આ દરમિયાન ગર્ભશ્રીમંત પરિવારે માત્ર ચાર લોકો માટે એરબસ A320 બુક કરાવી હતી. જેમાં પત્ની, બે બાળકો અને આયાએ મુસાફરી કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 180 સીટની કેપિસિટી ધરાવતાં એરક્રાફ્ટએ દિલ્હીથી સવારે 9.05 કલાકે ઉડાન ભરી હતી અને 10.30 કલાકે ભોપાલ પહોંચ્યું હતું. ભોપાલથી ચાર લોકોને લઈ આ પ્લેને 11.30 કલાકે ઉડાન ભરી હતી અને બપોરે 12.55 કલાકે દિલ્હી પરત ફર્યુ હતું. કોરોના વાયરસના કારણે ઘણા ધનિકો હવાઈ મુસાફરી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
ATFના ભાવના આધારે A320 એરબસનું કલાકનું ભાડું 4 થી 5 લાખ રૂપિયા હોય છે. જેથી દિલ્હી-મુંબઈ-દિલ્હી ભાડું આશરે 16 થી 18 લાખ રૂપિયા થાય. ભોપાલ-દિલ્હી ફ્લાઇટ માત્ર ચાર લોકો માટે જ બુક કરવામાં આવી હતી.
ચાર્ટર્ર ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ લોકોનો એક પરિવાર 21 મેના રોજ યુરોપથી ભારત સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા આવી પહોંચ્યો હતો. આ ટ્રીપનો ખર્ચ આશરે 80 લાખ રૂપિયા થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
મૂવી રિવ્યૂ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion