Spicejet flight accident : ટેકઓફ પહેલા વિજળીના થાંભલા સાથે અથડાયું સ્પાઇસજેટનું વિમાન, જાણો પછી શું થયું
spicejet flight accident : સ્પાઈસજેટના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદન મુજબ પુશ બેક દરમિયાન જમણી પાંખની પાછળની ધાર એક થાંભલા સાથે અથડાઈ જેના કારણે એઈલરોન્સને નુકસાન થયું.
દિલ્હી એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. આજે 28 માર્ચે સવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટની પાંખોનો એક ભાગ પુશ બેક વખતે ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગયો. આ ઘટના દરમિયાન વિમાનમાં મુસાફરો સવાર હતા. જોકે કોઈને પણ ઇજા થઇ નથી. તમામ મુસાફરોને અન્ય વિમાન દ્વારા રવાના કરવામાં આવ્યા છે. સ્પાઈસ જેટ દ્વારા આ ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદન મુજબ આજે સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી 160 દિલ્હી અને જમ્મુ વચ્ચે ઓપરેટ થવાની હતી. પુશ બેક દરમિયાન જમણી પાંખની પાછળની ધાર વિજળીના થાંભલા સાથે અથડાઈ જેના કારણે એઈલરોન્સને નુકસાન થયું. ફ્લાઇટ ઓપરેટ કરવા માટે રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે પ્લેન પેસેન્જર ટર્મિનલથી રનવે તરફ જઈ રહ્યું હતું. આ ઘટનામાં એરક્રાફ્ટ અને વિજળીના થાંભલાને એમ બંનેને નુકસાન થયું હતું. વિજળીનો થાંભલો વળી ગયો હતો. આ દુર્ઘટના બાદ પ્લેનને પાછું રસ્તે લાવવામાં આવ્યું હતું અને મુસાફરોને બીજા પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા.
દેશમાં આ રેલ્વે રુટ પર દોડાવામાં આવી પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન
ભારતીય રેલ્વેએ જમ્મુ અને કાશ્મીરના બડગામ-બારામુલ્લા સેક્શન વચ્ચે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં ટ્રેનને ટ્રાયલ કરતી જોવા મળી રહી છે. ટ્વિટર પર વીડિયો શેર કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું- જમ્મુ અને કાશ્મીરના બડગામ-બારામુલ્લા સેક્શન વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ ટ્રાયલ.
જમ્મુ અને કાશ્મીરના ટ્રાફિક વિકાસ અને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે કાશ્મીર ખીણના એકીકરણ માટે આ ઇલેક્ટ્રિક રેલ્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 326 કિમી કવર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ભારતીય ઉપખંડ પર હાથ ધરાયેલો સૌથી મુશ્કેલ નવી રેલ્વે લાઇન પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે, જે અત્યંત ઠંડા વાતાવરણમાં હિમાલયના ભૂપ્રદેશમાંથી પસાર થાય છે. આસપાસ મોટા અને ઠંડા પહાડો છે. જો કે, આ યોજના સ્થાનિક વસ્તી અને સમગ્ર દેશ માટે એક મોટી ભેટથી ઓછી નથી.