Adani-Hindenburg Row: અદાણી વિવાદ મામલે રસ્તા પર ઉતરી AAP, જેપીસીની માગ સાથે કાર્યકરોએ સામૂહિક ધરપકડ વહોરી
Adani-Hindenburg Row: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટ બાદ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે.
Adani-Hindenburg Row: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટ બાદ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. આજે એટલે કે રવિવારે આમ આદમી પાર્ટી જયપુરની સડકો પર ઉતરી આવી હતી અને ગૌતમ અદાણી કેસની તપાસ માટે JPCની રચનાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
"आप" राजस्थान के कार्यकर्ताओं ने प्रदेश चुनाव प्रभारी @vinaymishra_aap जी के नेतृत्व में अडानी और मोदी के भाईचारे के विरोध में राजधानी जयपुर में किया आज जोरदार प्रदर्शन।#ModiAdaniBhaiBhai pic.twitter.com/FDGUZuMQdu
— AAP Rajasthan (@AAPRajasthan) February 12, 2023
પાર્ટીના કાર્યકરોએ સામૂહિક ધરપકડ કરાવી
આમ આદમી પાર્ટીના રાજ્ય ચૂંટણી પ્રભારી વિનય મિશ્રાના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ બીજેપી હેડક્વાર્ટર તરફ કૂચ કરવાનું શરૂ કર્યું, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા. આ દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યારે પોલીસે લાકડીઓના જોરે ત્યાંથી કાર્યકરોને પાછા વાળ્યા હતા. આ પછી પાર્ટીના કાર્યકરોએ સામૂહિક રીતે પોલીસ સમક્ષ ધરપકડ વરોહી હતી.
તપાસ માટે જેપીસીની રચના કરવાની માંગ
તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપને લઈને જાહેર કરાયેલા અહેવાલ બાદ ભારતીય શેરબજાર અને અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં વિપક્ષ સતત મોદી સરકાર પાસે અદાણી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરવાની માંગ કરી રહ્યું છે.
હિન્ડેનબર્ગ રિપોર્ટમાં શું હતું
હકીકતમાં, 25 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગે અદાણી જૂથ પર 32,000 શબ્દોનો અહેવાલ બહાર પાડ્યો હતો અને તેમાં 88 પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ હતું. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોરેશિયસ જેવા ટેક્સ હેવન દેશોમાં અદાણી પરિવારની ઘણી કંપનીઓ છે, જેનો ઉપયોગ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને ફંડના ગેરઉપયોગ માટે કરવામાં આવે છે.
રાહુલ ગાંધીને ફટકારવામાં આવી નોટિસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વિશેષાધિકાર ભંગના મામલામાં લોકસભા સચિવાલય દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીની ફરિયાદ પર લોકસભા સચિવાલયે શુક્રવારે (10 ફેબ્રુઆરી) રાહુલ ગાંધીને ઈમેલ દ્વારા આ નોટિસ મોકલી હતી.
વિશેષાધિકાર ભંગના કયા કેસમાં રાહુલને નોટિસ મોકલવામાં આવી?
વાસ્તવમાં, 7 ફેબ્રુઆરીએ સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, ગૃહને સંબોધિત કરતી વખતે, રાહુલ ગાંધીએ કથિત મોદી-અદાણી સંબંધો પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. તે દરમિયાન વપરાયેલી તેમની ભાષા પર ભાજપના સાંસદોએ સવાલ ઉઠાવ્યા હતા. રાહુલના ભાષણના કેટલાક હિસ્સાને ગૃહની કાર્યવાહી (રેકોર્ડમાંથી) પણ હટાવી દેવામાં આવ્યા હતા. રાહુલ પર ભ્રામક, અપમાનજનક, અસંસદીય અને વાંધાજનક નિવેદન આપવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભા સચિવાલયમાં આ અંગે ફરિયાદ કરી હતી.
ફરિયાદ અનુસાર, રાહુલ ગાંધીએ ગૃહમાં બોલતી વખતે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે વિશેષાધિકારનો ભંગ છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનો પક્ષ જાણવા માટે તેમનો જવાબ મંગાવ્યો છે. સચિવાલયે રાહુલ ગાંધીને નોટિસ મળવા પર તેમની માહિતી આપવા માટે પણ કહ્યું છે.