Shefali Jariwala Death Case: એક્ટર્સ શેફાલીનું મોત કે હત્યા? | Bollywood Updates
Shefali Jariwala Death Case: એક્ટર્સ શેફાલીનું મોત કે હત્યા? | Bollywood Updates
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે, 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયુ હોવાની વાત સામે આવી છે, શેફાલીનો જન્મ અમદાવાદમાં થયો હતો અને શેફાલીએ એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા, શેફાલી જરીવાલા બિગ બોસ 13નો હિસ્સો હતી અને શેફાલીના નિધનથી ચાહકોમાં શોકની લાગણી પ્રવર્તી છે.
શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. પોલીસની એક ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે. આ સાથે શેફાલીના ડોક્ટર અને પરિવારની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી. હવે શેફાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શેફાલીના પતિ અને હિન્દુસ્તાની ભાઉ પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે.





















