શોધખોળ કરો
દિલ્હીઃ AAP ધારાસભ્ય પંકજ પુષ્કર સાથે મારપીટ, રાશન ડીલર પર લગાવ્યા આરોપ
ધારાસભ્યએ આ સંબંધમાં તિમારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પંકજ પુષ્કરને મેડિકલ તપાસ માટે અરુણ આસફ અલી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
નવી દિલ્હીઃ દિલ્હીના તિમારપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પંકજ પુષ્કર સાથે મારપીટ થયાની ઘટના સામે આવી છે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે મંત્રી ઇમરાન હુસેન સાથે તિમારપુર વિસ્તારમાં રાશનની બે દુકાનોનું નીરિક્ષણ કરવા ગયા હતા. તે સમયે ત્યાં તપાસમાં અનિયમિતતા સામે આવી જેને લઇને રાશનની દુકાન ચલાવનારાઓ અને તેમના પરિવારે મારપીટ કરી હતી. ધારાસભ્યએ આ સંબંધમાં તિમારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પંકજ પુષ્કરને મેડિકલ તપાસ માટે અરુણ આસફ અલી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
ધારાસભ્ય કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, સવારે લગભગ 11 વાગ્યે 30 મિનિટ પર તિમારપુર વિધાનસભા ક્ષેત્રની રાશનની બે દુકાનો પુર ફૂડ એન્ડ સપ્લાય મિનિસ્ટર ઇમરાન હુસેનનની વિભાગીય તપાસ કરી હતી. તિમારુપર વિધાનસભા ક્ષેત્રમાં રાશન માફિયાના આતંકની જૂની ફરિયાદો રહી છે. તપાસમાં જાહેરમાં અનિયમિતતા થતી હોવાનો ખુલાસો થતાં રાશન વિક્રેતા અને તેના પરિવારજનો દ્ધારા તમામ અધિકારીઓ અને ધારાસભ્ય પંકજ પુષ્કર અને ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ દેવેશ કુમાર પર હુમલો કર્યો હતો.
વધુમાં કહ્યું કે, તિમારપુર વિધાનસભા ક્ષેત્રના નેહરૂ વિહાર વિસ્તારમાં અનેક વર્ષોથી રાશન માફિયાનું કેન્દ્ર બન્યું છે. તેમને સતત ફરિયાદો મળી રહી હતી ત્યારબાદ સરકાર તપાસ દરમિયાન ધારાસભ્ય પર હુમલો અને સરકારી કામમાં અડચણ ઉભી કરવા, જાહેરમાં જાનથી મારી નાખવામી ધમકી આપવી દિલ્હીમાં કાયદાના રાજ પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement