ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
AAP Star Campaigners List: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા સીએમ અરવિંદ કેજરીવાલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
🚨 Breaking 🚨
— AAP (@AamAadmiParty) April 16, 2024
गुजरात राज्य के लोकसभा चुनावों के लिए 40 Star प्रचारकों की सूची ज़ारी 🔥
अरविंद केजरीवाल जी की ‘काम की राजनीति’ को लेकर जनता के बीच पहुचेंगे Star प्रचारक💯 pic.twitter.com/PrbWZ9Y27r
આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન, AAP નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ લિસ્ટમાં સામેલ છે.
ગુજરાત માટે AAPના 40 સ્ટાર પ્રચારકો
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ પણ સામેલ છે. મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન ઉપરાંત સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના નામ સામેલ છે. આ યાદીમાં દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયનું નામ પણ સામેલ છે.
આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ ગુજરાતમાં પ્રચાર કરશે
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય રાઘવ ચઢ્ઢા, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન, અમન અરોરાના નામ પણ આ યાદીમાં છે.
કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. 15 દિવસની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ આજે (15 એપ્રિલ) તિહાર જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સીએમ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.