(Source: ECI/ABP News/ABP Majha)
ABP-C Voter Survey: ઉત્તરાખંડમાં BJP વાપસી કરશે કે કોંગ્રેસને મળશે સત્તા, જાણો શું છે જનતાનો મૂડ
ABP News C-Voter Survey: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા જનતાનો મૂડ જાણવા એબીપી-સી વોટર સર્વે કરવામાં આવ્યો. જેમાં 41 ટકા વોટ શેર ભાજપને મળ્યા હતા.
ABP C-Voter Survey: ઉત્તરાખંડમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ આ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ચૂંટણીના વાતાવરણમાં એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને ઉત્તરાખંડની રાજકીય નાડ પારખવાનો પ્રયાસ કર્યો છે. સી વોટર સર્વેમાં એબીપી ન્યૂઝે ત્યાંના લોકોને અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે.
કોને કેટલા ટકા મત મળી શકે છે ?
ઉત્તરાખંડમાં વિધાનસભાની ૭૦ બેઠકો છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસને 36 ટકા મત મળી શકે છે, જ્યારે ભાજપ 41 ટકા વોટ શેર સાથે અત્યાર સુધીના સૌથી વધુ મત હાંસલ કરનાર તરીકે ઉભરી શકે છે. ઉપરાંત ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીને 12 ટકા મત મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સર્વેમાં અન્ય પક્ષો અને ઉમેદવારો માટે ૧૧ ટકા મતનો અંદાજ છે.
ઉત્તરાખંડમાં કોને કેટલી બઠકો મળવાનો અંદાજ ?
ઉત્તરાખંડમાં ભાજપે અનેક વખત મુખ્યમંત્રી બદલ્યા છે, પરંતુ પાર્ટીને તેનો ફાયદો થતો જણાય છે. સર્વેમાં ભાજપ 36-40 બેઠકો સાથે રાજ્યમાં સરકાર રચે છે. બીજી તરફ પુનરાગમનની શોધમાં રહેલી કોંગ્રેસને સર્વેમાં 30-34 બેઠકો મળતી દેખાઈ રહી છે. આપને ૦ થી ૨ બેઠકો અને અન્યને ૦ થી એક બેઠક મળવાનો અંદાજ છે.
મુખ્યમંત્રી બદલવાથી ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે?
નફો - 45%
નુકસાન - 40%
કહી શકાતું નથી - 15%
શું તમે આપત્તિમાં ઉત્તરાખંડ સરકારના કાર્યથી સંતુષ્ટ છો?
હા - 51%
ના - 49%
શું ચૂંટણીમાં પેટ્રોલ અને ડીઝલ-ગેસના વધતા ભાવો મોટો મુદ્દો બનશે?
હા - 67%
ના - 33%
યશપાલ આર્યની વાપસીથી કોંગ્રેસને ફાયદો થશે?
હા - 47%
ના - 53%
ઉત્તરાખંડમાં સીએમની પસંદગી કોણ છે?
હરીશ રાવત- 31%
પુષ્કર ધામી - 28%
અનિલ બલુની- 18%
કર્નલ કોથિયાલ- 9%
સતપાલ મહારાજ- 2%
અન્ય- 12%
નોંધ: એબીપી ન્યૂઝ માટે સીવોટર પાંચેય ચૂંટણી રાજ્યોનો મૂડ જાણી ચૂક્યું છે.આ સર્વેમાં 1,07,000થી વધુ લોકોએ ભાગ લીધો છે. આ સર્વે 9 ઓક્ટોબર, 2021થી 11 નવેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ ત્રણ થી પ્લસ માઇનસ પાંચ ટકાનું માર્જિન છે.