ABP Cvoter Opinion Poll 2024: તમિલનાડુમાં જોવા મળશે DMK પ્લસનો દમ! ઓપિનિયન પોલમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ
તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. રાજ્યમાં ડીએમકેની સરકાર છે. આ વખતે ડીએમકે સનાતન વિરોધી ટિપ્પણી વિવાદને લઈને ભાજપના નિશાના પર રહી છે.
ABP Cvoter Opinion Poll 2024: તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. રાજ્યમાં ડીએમકેની સરકાર છે. આ વખતે ડીએમકે સનાતન વિરોધી ટિપ્પણી વિવાદને લઈને ભાજપના નિશાના પર રહી છે. પરંતુ શું તેને ચૂંટણીમાં નુકસાન સહન કરવું પડશે ? ઓપિનિયન પોલના ડેટા પરથી પણ આનો અંદાજ લગાવી શકાય છે.
ABP CVoterના ઓપિનિયન પોલ અનુસાર, DMK પ્લસને તમિલનાડુમાં લોકસભા ચૂંટણી 2024માં જંગી બહુમતી મળતી જોવા મળી રહી છે, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. ઓપિનિયન પોલમાં રાજ્યની તમામ 39 બેઠકો ડીએમકે અને તેના સહયોગી પક્ષોને જતી જણાય છે.
ડીએમકે+નો વોટ શેર પણ 55 ટકાની નજીક પહોંચતો જણાય છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનનો વોટ શેર 11 ટકા રહેવાનો અંદાજ છે, પરંતુ આ ગઠબંધન માટે એક પણ બેઠક જીતવી મુશ્કેલ હશે.
AIADMK રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી લાગે છે. આ પાર્ટીને 28 ટકા વોટ મળવાની આશા છે. અન્ય પક્ષોનો વોટ શેર 6 ટકા રહી શકે છે.
2019માં પણ NDAનું ખાતું ખુલ્યુ નહોતું
લોકસભા ચૂંટણી 2019 માં, કોંગ્રેસ અને તમિલનાડુમાં તેના સહયોગીઓ રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. દ્રવિડ મુનેત્ર કઝગમ રાજ્યની સૌથી મોટી પાર્ટી હતી, જેને 23 બેઠકો મળી હતી. કોંગ્રેસ કુલ 9 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ વખતે પણ કોંગ્રેસ તમિલનાડુમાં ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે અને 2019ની જેમ કોંગ્રેસના ખાતામાં 10 બેઠકો આવી છે. ઓપિનિયન પોલ અનુસાર, એનડીએ ગઠબંધન માટે ફરી એકવાર રાજ્યમાં ખાતું ખોલાવવું મુશ્કેલ બનશે.
કેરળમાં કૉંગ્રેસને ફાયદો
લોકસભા ચૂંટણી 2024 પહેલા કરવામાં આવેલા એબીપી ન્યૂઝ સી-વોટરના ઓપિનિયન પોલમાં કેરળ કોંગ્રેસનો ગઢ બનતું જોવા મળી રહ્યું છે. ઓપિનિયન પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફ ગઠબંધન કેરળની તમામ 20 લોકસભા બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં એનડીએ ગઠબંધન માટે ખાતું ખોલાવવું મુશ્કેલ બનશે.
વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસ અને તેના સહયોગીઓને 45 ટકા વોટ મળી શકે છે. ડાબેરીઓને 31 ટકા અને ભાજપ+ને 20 ટકા મત મળવાની ધારણા છે. 4 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે.
કોંગ્રેસને ફાયદો
કેરળમાં 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફએ 15 બેઠકો જીતી હતી અને ગઠબંધનને 2014ની સરખામણીમાં 7 બેઠકોનો ફાયદો થયો હતો. આ વખતે પણ યુડીએફને ફાયદો થતો જણાય છે.
Disclaimer- લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સી વોટરે એબીપી ન્યૂઝ માટે દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ કરાવ્યો છે. આ સર્વેમાં 41 હજાર 762 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 1 ફેબ્રુઆરીથી 10 માર્ચ વચ્ચે લોકસભાની તમામ 543 બેઠકો પર કરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા 3-5 ટકા ઓછા કે વધુ હોઈ શકે છે.