‘ઉદ્વવ ઠાકરેની હાલત રાક્ષસો જેવી થઇ’, મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર કંગના રનૌતનો કટાક્ષ
Kangana Ranaut On Uddhav Thackeray: 2020 માં કંગના રનૌત અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન ઠાકરેની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો
Kangana Ranaut On Uddhav Thackeray: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને મહા વિકાસ આઘાડી (MVA)ને કારમી હાર મળી છે. તેના એક દિવસ પછી રવિવારે (24 નવેમ્બર) બીજેપી સાંસદ કંગના રનૌતે વિપક્ષી ગઠબંધનની તુલના "રાક્ષસ" સાથે કરી અને કહ્યું કે મહિલાઓના અપમાનને કારણે તેમને આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું, “મને ઉદ્વવ ઠાકરેની આવી ખરાબ હાલતની આશા હતી, આપણે ઓળખી શકીએ છીએ કે કોણ ‘દેવતા’ છે અને આ એ વાત પર નિર્ભર કરે છે કે તે મહિલાઓનું સન્માન કરે છે, કે તેના કલ્યાણ માટે કામ કરે છે”
‘મારુ ઘર તોડી દીધુ, ગાળાગાળી કરી’
2020 માં કંગના રનૌત અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન ઠાકરેની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો, જ્યારે તત્કાલીન શિવસેનાના નેતૃત્વવાળી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ તેમના બાંદ્રા બંગલામાં કથિત ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. મંડીના લોકસભા સભ્ય રાનૌતે કહ્યું કે તેમની પણ 'રાક્ષસ' જેવી જ સ્થિતિ થઇ.
તેમણે આરોપ લગાવ્યો, “જે લોકો મહિલાઓનું સન્માન નથી કરતા તેઓ ક્યારેય જીતી શકતા નથી. તેઓએ મારું ઘર તોડ્યું અને મારી સાથે દુર્વ્યવહાર કર્યો.” તેના બંગલાને તોડી પાડતા પહેલા, કંગનાએ એમ પણ કહ્યું હતું કે તે "મૂવી માફિયા" કરતા મુંબઈ પોલીસથી વધુ ડરતી હતી અને તેણે મહારાષ્ટ્રની રાજધાનીની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરી હતી.
‘અજય છે પીએમ મોદી’
આ પહેલા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ભુંતર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કંગના રનૌત કહ્યું હતું કે, દેશને તોડવાની વાત કરનારાઓને લોકોએ સાચો પાઠ ભણાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા, અભિનયની દુનિયામાંથી રાજકારણમાં આવેલા કંગના રનૌત કહ્યું કે તેણી માને છે કે તેઓ "દેશને બચાવવા માટે જન્મ્યા છે અને અજેય છે."
કંગના રનૌતે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ વિકાસ અને સ્થિર સરકારને મત આપ્યો છે. તેમણે મહાયુતિની ચૂંટણીમાં સફળતા માટે મોદીને અભિનંદન આપ્યા અને કહ્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાનનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડ કરશે.
કંગનાએ કહ્યું, “ચૂંટણી પ્રચાર દરમિયાન મેં જોયું કે દરેક બાળક ‘મોદી-મોદી’ ના નારા લગાવી રહ્યું હતું. વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી મોટા નેતા છે. ભાજપ એક બ્રાન્ડ છે અને આજે ભારતના લોકો આ બ્રાન્ડ પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું, "હું માનું છું કે વડાપ્રધાનનો જન્મ દેશના ઉદ્ધાર માટે થયો છે અને તેઓ અજેય છે." કંગનાએ દાવો કર્યો હતો કે આઝાદી પછી કોંગ્રેસ પણ એક બ્રાન્ડ હતી પરંતુ આજે તે પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે કારણ કે લોકોનો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. .
આ પણ વાંચો
GPS: ગૂગલ મેપ્સ જોઇને રસ્તો શોધવા ગયેલા 3ના મોત, કાર લઇને પુલ પરથી નદીમાં પડ્યા