કોરોના સંક્રમિત થયા બાદ ડર લાગ્યા કરે છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થઇ જશે, તો શું કરવું?
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં ડેથ રેટ પણ વધી રહ્યો છે. મોટા ભાગના કેસમાં મૃત્યુ ઓક્સિજન લેવલ ઘટી જતાં મોત થયાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં સંક્રમિત લોકોને ડર સતાવ્યા કરે છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થઇ જશે તો. આ સ્થિતિમાં શું કરવું? એક્સપર્ટ શું કહે છે જાણીએ...
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં ડેથ રેટ પણ વધી રહ્યો છે. મોટા ભાગના કેસમાં મૃત્યુ ઓક્સિજન લેવલ ઘટી જતાં મોત થયાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં સંક્રમિત લોકોને ડર સતાવ્યા કરે છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થઇ જશે તો. આ સ્થિતિમાં શું કરવું? એક્સપર્ટ શું કહે છે જાણીએ...
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા.આ સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં.જેના કારણે સંખ્યાબંધ લોકો હોમક્વોરોન્ટાઇન છે. હોમ ક્વોરોન્ટાઇન લોકોને કેટલાક સવાલો મૂંઝવતા રહે છે. આમાંથી એક સવાલ છે કે દર્દીને એ ડર સતાવ્યાં રાખે છે કે, ઓક્સિજન લેવલ ઓછું થઇ જશે તો. આ સ્થિતિમાં એક્સપર્ટ શું સલાહ આપે છે જાણીએ...
હોમક્વોરોન્ટાઇન દર્દીને મુંઝવતા કેટલાક સવાલોના જવાબ આપતાં એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કહ્યું કે, ચિંતા અને ગભરાટથી પણ ઇમ્યૂનિટી ડાઉન થાય. સવાર સાંજ ઘરની બારી ખોલીને પ્રાણાયમ કરો. લાંબા લાંબા શ્વાસ લો. વોટસઅપ, ટિવટર, ફેસબુક બંધ રાખો.સારા પુસ્તકો વાંચો, સારી મૂવી જુઓ.દોસ્તો, મિત્રો સાથે વાત કરો.
ઉપરાંત વારંવાર ઓક્સિજન લેવલને ચેક ન કરવું જોઇએ... દિવસમાં 2 જ વખત ઓક્સિજન લેવલ ચેક કરવું જોઇએ.ઉપરાંત જ્યારે કોઇ તકલીફ મહેસૂસ થાય તો જ તેનો ઉપયોગ કરવો જોઇએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,92,498 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે.
- 24 કલાકમાં 3,07,865 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 95 લાખ 57 હજાર 457
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 59 લાખ 92 હજાર 271
- કુલ એક્ટિવ કેસ - 33 લાખ 49 હજાર 644
- કુલ મોત - 2 લાખ 15 હજાર 542