સુરત આઇસીયૂમાં ભરતી ડોક્ટરે જીવના જોખમે બીજા દર્દીનો બચાવ્યો જીવ અને થઇ ગઇ ગંભીર હાલત....હવે ડોક્ટરે શું કર્યું
સુરતમાં કોરોના સંક્રમિત ડોક્ટર સંકેત મહેતા 100 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. 100 દિવસ બાદ આખરે તેમણે કોરોનાને માત આપી છે. જો કે તેઓ સિરિયસ હોવા છતાં પણ હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપીને જીવ બચાવ્યો હતો. ત્યારબાદ તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી. જો કે હવે 100 દિવસ બાદ કોરોનાથી બહાર આવ્યાં બાદ તેમણે નૈતિક ફરજ બજાવતા પ્લાઝમાનું દાન કર્યું છે.
સુરત: કોરોના સંક્રમિત ડોક્ટર સંકેત મહેતા 100 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. 100 દિવસ બાદ આખરે તેમણે કોરોનાને માત આપી છે. જો કે તેઓ સિરિયસ હોવા છતાં પણ હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપીને જીવ બચાવ્યો હતો. ત્યારબાદ તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી. જો કે હવે 100 દિવસ બાદ કોરોનાથી બહાર આવ્યાં બાદ તેમણે નૈતિક ફરજ બજાવતા પ્લાઝમાનું દાન કર્યું છે.
કોરોના વોરિયર ડો.સંકેત મહેતા ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં કોરોનાગ્રસ્ત બન્યાં ત્યારે તેઓ બાપ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તેઓ અહીં હોસ્પિટલમાં આઈ.સી..યુ.માં ઓક્સિજન પર હતા. તેઓ ગંભીર હોવા છતાં આ સમયે તેમણે અન્ય દર્દીનું ઈન્ટ્યુબેશન કરીને તેનો જીવ બચાવ્યો હતો. . તેમના આ કાર્યની સમગ્ર રાજ્યમાં ભારે સરાહના થઈ હતી. તેમના સમયસૂચકતાભર્યા પગલાંથી ગંભીર દર્દીનો જીવ તો બચી ગયો હતો, પરંતુ ડો.સંકેત મહેતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. એ સમયે ક્રિટીકલ સ્થિતિમાં હોવાથી એરલિફ્ટ કરી એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
સુરતના પાલ વિસ્તારમાં રહેતાં અને લાઈફલાઈન હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તરીકે ફરજ નિભાવતા ડો.સંકેત મહેતાએ જણાવ્યું કહ્યું કે, “કોવિડના પહેલાં ફેઝમાં સંક્રમિત થયો ત્યારે મેં કોરોના સામે જીવનમરણનો સંઘર્ષ કર્યો હતો. બાપ્સમાં વેન્ટીલેટર પર રહ્યો,પણ સ્થિતિ ન સુધરતા એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO પર રાખવામાં આવ્યો હતો. સુરતમાં દોઢ મહિનો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દોઢ મહિનો ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સદ્દનસીબે ૧૦૦ દિવસની મેરેથોન સારવાર બાદ કોરોના સામેનો જંગ જીતી ગયો હતો, એક તબીબ હોવાના નાતે મને ખ્યાલ છે કે જિંદગી કેટલી કિંમતી હોય છે. આપણા પ્લાઝમા કોઈ કોરોના દર્દીના જીવનરક્ષક બને છે. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાંની એટલી જ માંગ હોવાથી જેમના પણ એન્ટિબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવો જોઇએ”
કોરોના મુક્ત થાય બાદ ડોક્ટર સંકેતે તેમની નૈતિક ફરજ બજાવતા. મહેતાએ પ્લાઝમા દાન કર્યું છે. તેમણે અન્ય રિકવર થયેલા દર્દીઓને પણ પ્લાઝા દાન કરવા અપીલ કરી હતી.