શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેરળમાં રેસ્ટોરન્ટ્સ-હેર સલૂન, ફેક્ટરીઓ શરૂ, બસ સેવા પણ ચાલુ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જાણો વિગત
કેરલ સરકારના આ પગલાને લઇને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીઃ લોકડાઉનના બીજા તબક્કા વચ્ચે આજથી કેરલ સરકારે લોકડાઉનમાં અનેક છૂટ આપી હતી. કેરલ સરકારે રાજ્યમાં આજથી એટલે કે 20 એપ્રિલથી લોકડાઉનના બીજા તબક્કામાં હેર સલૂન, રેસ્ટોરન્ટ, બુક સ્ટોર, લોકલ વર્કશોપ, ફોર વ્હીકલ્સમાં બેથી વધુ લોકો, ટુ-વ્હીલર્સ પર બે લોકો અને કેટલાક નાના અંતરની બસો પણ ચલાવવાની મંજૂરી આપી હતી.
કેરલ સરકારના આ પગલાને લઇને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની ગાઇડલાઇનમાં ફેરફાર કરવાને લઇને ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી અને કેરલ સરકારને પત્ર લખ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી આ પત્ર 19 માર્ચના રોજ કેન્દ્રિય ગૃહ સચિવે કેરલ સરકારના મુખ્ય સચિવને લખ્યો હતો.
કેન્દ્રિય ગૃહ સચિવે પોતાના પત્રમાં કેરલ સરકારને કહ્યુ કે, લોકડાઉન દરમિયાન હેર સલૂન, રેસ્ટોરન્ટ, બુક સ્ટોર, લોકલ વર્કશોપ, શહેરી ક્ષેત્રોમાં આવનારા નાના ઔધોગિક એકમો ખોલવાની મંજૂરી નહી હોય.
નોંધનીય છે કે છેલ્લા સાત દિવસ દરમિયાન કેરલમાં કોરોના વાયરસના 10થી ઓછા કેસ આવ્યા છે. સાથે કેરલમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવામાં પણ ઝડપ વધી છે. કેરલમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 396 કેસ સામે આવ્યા છે જેમાંથી 255 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે ત્રણ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion