શોધખોળ કરો

રામવિલાસ પાસવાન ગુજરી જતાં મોદીએ તેમના મંત્રાલયનો હવાલો ભાજપના ક્યા મંત્રીને આપ્યો ?

રામવિલાસ પાસવાન દેશનૌ સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા.

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું હતું. પાસવાન છેલ્લા લાંબા સમયથી બિમાર હતા, તેઓએ દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને જાણકારી આપી હતી. રામવિલાસ પાસવાનનું હાલમાં જ એક ઓપરેશન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબીયત વધારે બગડતા આઈસીયૂમાં દાખલ કરાયા હતા. રામવિલાસ પાસવાન દેશનૌ સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. તેઓ 9 વખત લોકસભા અને બે વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. પાસવાસ પાસે 6 વડાપ્રધાન સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ છે. હાલમાં તેઓ બિહારથી રાજ્યસભા સાંસદ હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી રહ્યું કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનથી દેશે એક દૂરદર્શી નેતા ગુમાવ્યા છે. તેમની ગણના સર્વાધિક સક્રિય તથા સૌથી લાંબા સમય સુધી જનસેવા કરનારા સાંસદોમાં કરવામાં આવે ચે. તેઓ વંચિત વર્ગ માટે અવાજ ઉઠાવનારા અને સામાન્ય લોકો માટે સતત સંઘર્ષ કરનારા જનસેવક હતા. કટોકટી વિરોધી આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજો પાસેથી લોકસેવાની શીખ લેનારા પાસવાનજી ફાયરબ્રાન્ડ સમાજવાદીના રૂપમાં ઉભરી આવ્યા હતા. તે લોકો સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલા હતા. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી શોક સંવેદના. તમને જણાવીએ કે, રામવિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મામલાના મંત્રી હતા. હવે આ વધારાનો કાર્યભાર પીયૂષ ગોયલ સંભાળશે. પીયૂષ ગોયલની પાસે આ પહેલા રેલ્વે મંત્રાલય અને વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget