(Source: ECI/ABP News/ABP Majha)
5000 KMથી વધુ પ્રહાર ક્ષમતા, 1360 કિલોના હથિયાર લઇ જવામાં સક્ષમ, ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’ અગ્નિ-5 મિસાઇલ, જાણો
ભારતના રક્ષા મંત્રાલયના સુત્રોએ ગુરુવારે કહ્યું કે, મિસાઇલ પર નવી ટેકનિકો અને ઉપકરણોને માન્ય કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ,
Agni-V Ballistic Missile: તવાંગમાં ચીની સેના સાથે અથડામણ બાદ ભારતે ગુરુવારે (15 ડિસેમ્બર) અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઇલનુ સફળ (Agni-V Ballistic Missile) પરીક્ષણ કર્યુ છે. ભારતની તાકાત હવે પહેલા કરતાં અનેકગણી વધી ગઇ છે. આ મિસાઇલની પ્રહાર ક્ષમતા 5,400 કિલોમીટરથી વધુ છે. 1360 કિલો સુધી હથિયાર લઇ જવામાં સક્ષમ છે.
ભારતના રક્ષા મંત્રાલયના સુત્રોએ ગુરુવારે કહ્યું કે, મિસાઇલ પર નવી ટેકનિકો અને ઉપકરણોને માન્ય કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ, પરીક્ષણથી એ સાબિત થયુ છે કે, મિસાઇલ હવે પહેલાની સરખામણીમાં વધુ દુર લક્ષ્યને ભેદી શકશે. અગ્નિ-5 પરિયોજનાનો ઉદેશ્ય ચીનની વિરુદ્ધ ભારતની પરમાણું ક્ષમતાને વધારવાની છે. જેની પાસે ડૉંગફેંગ-41 જેવી મિસાઇલ હોવાની જાણકારી છે, જેની મારક ક્ષમતા 12,000-15,000 કિલોમીટરની વચ્ચે છે.
પરમાણું સક્ષમ બેલેસ્ટિક મિસાઇલને ઓડિશાના તટથી દુર અબ્દુલ કલામ દ્વીપ પરથી પરીક્ષણ કરવામા આવ્યુ હતુ, ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સતત પોતાની સમગ્ર સૈન્ય શક્તિને વધારી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન દેશે નવી નવી મિસાઇલોનુ સફળ પરીક્ષણ કર્યુ છે.
અગ્નિ-5 ને સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષણ પહેલા સત્તાવાળાઓએ એક સૂચના જારી કરી હતી અને બંગાળની ખાડીને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત લાંબા સમયથી અગ્નિ-5 પરીક્ષણની યોજના બનાવી રહ્યું છે, કારણ કે આ ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ-સક્ષમ બૈલિસ્ટિક મિસાઇલોની સિરીઝની પાંચમી મિસાઇલ હશે. મિસાઇલનું પહેલીવાર પરીક્ષણ વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરીક્ષણ વર્ષ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2016 અને વર્ષ 2018 અને વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું. આ મિસાઇલને સબમરીનથી પણ લોન્ચ કરી શકાય છે.
Tawang Face Off: ભારત-ચીન તણાવની વચ્ચે એરફોર્સનો આજે યુદ્ધાભ્યાસ, અરુણાચલ પ્રદેશમાં સુખોઇ-રાફેલ બતાવશે દમ
India-China Clash: તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ આમને સામને છે, આવા સમયે હવે ભારતે આક્રમક નીતિ અપનાવી છે. ભારતીય વાયુસેનાની પૂર્વીય કમાન આજથી એટલે કે ગુરુવાર (15 ડિસેમ્બર)થી બે દિસવીય યુદ્ધાભ્યાસ કરવા જઇ રહી છે. આ યુદ્ધાભ્યાસ બે દિવસ (15-16 ડિસેમ્બર) સુધી ચાલશે, આ એક્સરસાઇઝ આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર પૂર્વીયના તમામ રાજ્યોની એર સ્પેસમાં કરવામાં આવશે.
આને લઇને વાયુસેનાએ નૉટમ એટલે કે નૉટિસ ટૂ એરમેન પણ જાહેર કરી દીધી છે. જોકે, આ યુદ્ધાભ્યાસ તવાંગની ઘટના પહેલાથી જ નક્કી થઇ ચૂક્યો હતો, પરંતુ આ દરમિયાન અરુણાચલ પ્રદેશથી લાગેલી સામી એલએસી પર વાયુસેનાની તાકાતનો નમૂનો જરૂર જોવા મળશે.
જાણકારી અનુસાર, વાયુસેનાએ 8 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશ અને આસામમાં થનારી આ એક્સરસાઇઝ માટે નૉટમ જાહેર કરી દીધુ હતુ, આ નૉટમ દ્વારા અરુણાચલ પ્રદેશ અને આસામની એર સ્પેસમાં ઉડાનને લઇને ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે, જેથી સિવિલ ફ્લાઇટ્સ અને સિવિલ એટીસીની આ દિવસો દરમિયાન (15-16 ડિસેમ્બર) લડાકૂ વિમાનોની વધુ ઉડાનને લઇને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.