(Source: ECI/ABP News/ABP Majha)
Agnipath Scheme Live: ભારત બંધના કારણે સુરત પોલીસ સતર્ક, જાણો કઈ કઈ ટ્રેનો કરાઈ રદ્દ
Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે.
LIVE
Background
Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. રવિવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું કે, અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
ગોરખપુર રેલવે સ્ટેશન પર પેેસેન્જર રઝળ્યા
ભારત બંધના એલાનના કારણે અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે. જેના કારણે ઉત્તરપ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો રઝળી પડ્યા છે.
UP | Passengers at Gorakhpur Railway Station troubled after trains got cancelled amid Bharat Bandh call over #AgnipathScheme
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2022
Have been waiting for 3-4 hours. When we checked train status last night,it didn't say cancellation, but on reaching here we found out about it, they say pic.twitter.com/bAL6DPkH0D
દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ
ભારત બંધના એલાનના કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામ સર્જાયો છે. દિલ્હી પોલીસ વાહન ચેક કર્યા બાદ જ આગળ વધવા દેતી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.
Heavy traffic jam on Sarhaul border at Delhi-Gurugram expressway as Delhi Police begins checking of vehicles in wake of #BharatBandh against #AgnipathScheme, called by some organisations. pic.twitter.com/1VCo5RcHAJ
— ANI (@ANI) June 20, 2022
બિહારમાં ચાલી રહેલા આંદોલનની અસર સુરતમાં
બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં ઉધના -દાનાપુર અને મુઝફરપુર- સુરત ટ્રેનો પ્રભાવિત થઈ છે. બાંદ્રા-સહરસા એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ કરાઈ છે, જ્યારે 2 ટ્રેન ટર્મિનેટ કરાઈ છે. આજે પણ ટ્રેનોને અસર રહેવાની શક્યતા છે. બિહારના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા આંદોલનને લીધે પશ્ચિમ રેલવેની 8 જેટલી ટ્રેનો રવિવારે દિવસભર પ્રભાવિત થઇ હતી. આ પૈકી 6 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 2 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાની રેલવે તંત્રને ફરજ પડી. આજે 20 જૂને અમદાવાદ-બરોની એક્સપ્રેસ તથા 21મી જૂને ઉપડનારી સહરસા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ કરાઈ છે. આ સાથે જ બાંદ્રા ટર્મિનસ-બરોની અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જ્યારે 22મી જૂને ઉપડનારી બરોની -બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસ ગોરખપુર સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે. બિહારમાં ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હોવાને કારણે આ તમામ ટ્રેનોને અસર થઈ છે.
રાંચીમાં ભારતના બંધના કારણે સ્કૂલો બંધ, પરીક્ષા રદ્દ કરાઈ
All schools in Jharkhand closed today in wake of #BharatBandh against #AgnipathScheme. Visuals from Ranchi
— ANI (@ANI) June 20, 2022
"JAC exams for class 11 were scheduled for today. New dates will be announced for today's exams,"says Sister Mary Grace, Principal, Ursuline Convent School & Inter College pic.twitter.com/m9GUZDV3mj
પટનામાં ભારત બંધ દરમિયાન તૈનાત પોલીસ
Bihar | Security personnel deployed at Dak Bungalow Chauraha in Patna in view of the #BharatBandh called by some organisations today, in protest against #AgnipathScheme pic.twitter.com/urMshvHxHb
— ANI (@ANI) June 20, 2022