શોધખોળ કરો
Advertisement
અગસ્ટા હેલિકોપ્ટર કેસઃ ED અધિકારીઓની બેદરકારી, બાથરૂમ જવાના બહાને ભાગી ગયો CM કમલનાથનો ભાણીયો
એક રિપોર્ટ અનુસાર, રાતુલ પુરીની શોધ માટે ઇડીની એક ટીમ દિલ્હીમાં કનૉટ પ્લેસની એક હોટલમાં પહોંચી હતી ત્યાં ઇડી અધિકારીઓને રાતુલ હાથ લાગ્યો નહોતો
નવી દિલ્હીઃ વીઆઇપી અગસ્ટા હેલિકોપ્ટર કેસમાં મોટો ખુલાસો થયો છે. ઇડી અધિકારીઓની બેદરકારીના કારણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનો ભાણીઓ ફરાર થઇ ગયો છે જેનું નામ રાતુલ પુરી છે. આ ઘટના બાદ ઇડીના અધિકારીઓ દોડતા થઇ ગયા છે. ઇડીએ રાતુલ પુરીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. ઇડીએ આરોપ લગાવ્યો હતો કે રાતુલ પુરી પૂછપરછમાં સહયોગ કરી રહ્યો નથી. જેને કારણે તેની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાત સાંભળીને પુરી બાથરૂમ જવાની મંજૂરી માંગી હતી. ઇડી અધિકારીઓએ મંજૂરી વિના તેને બાથરૂમ જવા દીધો જ્યાંથી તે પાછો ફર્યો નહોતો.
એક રિપોર્ટ અનુસાર, રાતુલ પુરીની શોધ માટે ઇડીની એક ટીમ દિલ્હીમાં કનૉટ પ્લેસની એક હોટલમાં પહોંચી હતી ત્યાં ઇડી અધિકારીઓને રાતુલ હાથ લાગ્યો નહોતો પરંતુ તેની કાર અને ડ્રાઇવર મળી આવ્યો હતો. કથિત આરોપી રાતુલ પુરી ભાગી જવાના કારણે ઇડીના અધિકારીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે એક મહિના અગાઉ એક આરોપી સાથે મુલાકાતને કારણે બે તપાસ અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા હતા.
વાસ્તવમાં ઇડીએ કેટલાક દિવસ અગાઉ મુખ્યમંત્રીના ભાણીયા રાતુલ પુરીની અનેકવાર વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડમાં પૂછપરછ કરી હતી. પુરી પર આરોપ છે કે વીઆઇપી અગસ્ટા હેલિકોપ્ટર કેસમાં તેની કંપનીઓમાં દુબઇથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડી તપાસ કરી રહી છે કે આખરે રાતુલની કંપનીમાં કોના ઇશારે રૂપિયા આવ્યા.Enforcement Directorate (ED) Official to ANI: ED had summoned Ratul Puri (in file pic) today, in connection with AgustaWestland case. Puri arrived at ED office and was asked to wait by an official. But Ratul Puri did not wait and left ED office. pic.twitter.com/Sao6mIxtlN
— ANI (@ANI) July 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement