Air India Plane Crash: ટેક ઓફ સમયે કેટલું હતુ વિમાનનું વજન, ફ્યુલ કેટલુ હતું? શું બધું જ હતું બરાબ?, સામે આવ્યું આ કારણ
Air India Plane Crash:એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ મુજબ, ટેક-ઓફ સમયે વિમાનમાં 54,200 કિલો ઇંધણ ભરવામાં આવ્યું હતું. લોડ અને ટ્રીમ શીટ મુજબ, વિમાનનું ટેક-ઓફ વજન 2,13,401 કિલો હતું, જે મહત્તમ માન્ય વજન 2,18,183 કિલો કરતા ઓછું હતું. એટલે કે, વજન નક્કી સીમાની અંદર હતું.

Air India Plane Crash: અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. એવું બહાર આવ્યું છે કે, ટેક-ઓફ પછી 30 સેકન્ડ પછી ક્રેશ થયેલા આ વિમાનનું ટેક-ઓફ વજન 2,13,401 કિલો હતું, જે 2,18,183 કિલોની નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું.
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી દુ:ખદ હવાઈ દુર્ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. આજે પણ લોકો આ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ટેક-ઓફ થયાના માત્ર ૩૦ સેકન્ડ પછી ક્રેશ થઈ ગઈ હતી. હવે આ અકસ્માતનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં ઘણી બધી બાબતો સામે આવી રહી છે. આ પ્રારંભિક રિપોર્ટમાં જણાવાયું છે કે, અકસ્માતનો ભોગ બનેલા બોઇંગ 787 - વિમાનનું વજન ઉડાન સમયે કેટલું હતું, તેનું વજન કેટલું હોવું જોઈએ અને તેમાં કેટલું ઇંધણ ભરેલું હતું. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 19 લોકો જમીન પર મૃત્યુ પામ્યા હતા. વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ અકસ્માતમાં બચી શક્યો હતો.
વિમાનનું વજન સંપૂર્ણપણે નિર્ધારિત મર્યાદામાં હતું
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ મુજબ, ટેક-ઓફ સમયે વિમાનમાં 54,200 કિલો ઇંધણ ભરવામાં આવ્યું હતું. લોડ અને ટ્રીમ શીટ મુજબ, વિમાનનું ટેક-ઓફ વજન 2,13,401 કિલો હતું, જે મહત્તમ માન્ય વજન 2,18,183 કિલો કરતા ઓછું હતું. એટલે કે, વજન નક્કી સીમાની અંદર હતું. આ ઉપરાંત, વિમાનમાં કોઈ ખતરનાક સામાન નહોતો. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે વજન અને ઇંધણનો જથ્થો નિર્ધારિત મર્યાદામાં હતો, અને કોઈ ખતરનાક સામાન નહોતો, તો પછી 30 સેકન્ડમાં એવું શું થયું કે વિમાન ક્રેશ થયું?
પાઇલટ્સ સમજી શક્યા નહીં કે ઇંધણ કેવી રીતે બંધ થયું
રિપોર્ટ મુજબ, વિમાને 12 જૂનના રોજ બપોરે 1:38:39 (૦8:૦8:39 UTC) વાગ્યે ઉડાન ભરી હતી. તે સમયે કો-પાઇલટ વિમાન ઉડાડી રહ્યો હતો, જ્યારે કેપ્ટન તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ટેક-ઓફ થયાના થોડા જ સેકન્ડમાં, વિમાને 180 નોટની મહત્તમ હવાની ગતિ હાંસલ કરી. પરંતુ આ પછી તરત જ, ૦8:૦8:42 UTC પર, બંને એન્જિન (એન્જિન 1અને એન્જિન 2) ના ફ્યુઅલ કટઓફ સ્વીચો એક સેકન્ડના તફાવતથી રનથી કટઓફ પોઝિશન પર ખસી ગયા. આનાથી એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો, અને બંને એન્જિન (N1 અને N2) ની ગતિ ઝડપથી ઘટવા લાગી. કોકપીટ વોઇસ રેકોર્ડિંગ્સથી જાણવા મળ્યું છે કે, વિમાનનું ઇંધણ અચાનક બંધ થઈ ગયું હતું, અને બંને પાઇલટ્સ સમજી શક્યા ન હતા કે આવું કેમ થયું.





















