Ahmedabad Court : તિસ્તા સેતલવાડને અમદાવાદની કોર્ટે આપ્યો ઝાટકો
એડિશનલ સેશન્સ જજ એ.આર.પટેલે સેતલવાડની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યા બાદ ગઈ કાલે બુધવારે, 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે સેતલવાડને આ જ કેસમાં જામીન આપ્યા હતા.
Teesta Setalvad Case: ગુજરાતમાં અમદાવાદની એક સેશન્સ કોર્ટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને રાજ્યમાં 2002ના રમખાણોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવાના આરોપમાં ડિસ્ચાર્જ કરવાની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત સરકારે તિસ્તાની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેણે રમખાણ પીડિતોનો વિશ્વાસ તોડ્યો છે અને નિર્દોષ લોકોને ફસાવ્યા છે. ત્યાર બાદ તિસ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
સેતલવાડની અરજી ફગાવી
એડિશનલ સેશન્સ જજ એ.આર.પટેલે સેતલવાડની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યા બાદ ગઈ કાલે બુધવારે, 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે સેતલવાડને આ જ કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ત્રણ જજોની બેંચે તેમને જામીન આપવાનો નિર્ણય આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાંથી રાહત
સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતું કે, આ કેસમાં સેતલવાડ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તેમની કસ્ટડીમાં પૂછપરછની કોઈ જરૂર નથી. ખંડપીઠે કહ્યું હતું કે, અપીલકર્તાનો પાસપોર્ટ પહેલાથી જ જમા કરવામાં આવ્યો છે. જે સેશન્સ કોર્ટમાં રહેશે. અપીલકર્તાએ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ કરવો નહીં અને તેમનાથી દૂર રહેવું.
સુપ્રીમ કોર્ટે પોલીસને આપી હતી આ છૂટ
સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત પોલીસને મુક્તિ આપી હતી કે, જો કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. ગોધરાકાંડ પછીના રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે બનાવટી પુરાવાના આરોપસર ગયા વર્ષે 25 જૂને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ સાથે સેતલવાડની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદની એક સેશન્સ કોર્ટે 30 જુલાઈ, 2022ના રોજ સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિથી ખોટા કામ કરનારાઓને સંદેશો જશે કે વ્યક્તિ આરોપ લગાવી શકે છે અને સજાથી છટકી શકે છે.
અગાઉ તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે તેને જામીન આપ્યા હતા. તિસ્તા સેતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં નકલી એફિડેવિટ દાખલ કરીને કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો આરોપ છે. 1 જુલાઈના રોજ હાઈકોર્ટે તિસ્તાની જામીન રદ કરી અને તેને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું.
આ અગાઉ 1 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે તે જ દિવસે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આજે બુધવારે સુપ્રીમ કોર્ટે તેને 19 જુલાઈ માટે રાહત આપી હતી.
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસની સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે, મોટાભાગના પુરાવા દસ્તાવેજી છે, ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તિસ્તાની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. જો તિસ્તા જામીનની શરતોનું ઉલ્લંઘન કરે છે તો સરકાર અરજી દાખલ કરી શકે છે તેમ સુપ્રીમે કહ્યું હતું.