કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર અસરની આશંકા મુદ્દે ડો. ગુલેરિયાએ શું આપ્યું નિવેદન?
એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર અસરની આશંકા હજુ અફવા. ત્રીજી લહેરમાં બાળકો પર અસરનું પ્રમાણ નહીં.
નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, તેમજ ઓક્ટોબર મહિનાની આસપાસ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે, તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર અસરની આશંકા હજુ અફવા. ત્રીજી લહેરમાં બાળકો પર અસરનું પ્રમાણ નહીં.
ગુજરાતમાં 18થી વધુ વયના લોકો સીધા જ કેન્દ્ર પર જઈને રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે? આરોગ્ય વિભાગે શું કરી સ્પષ્ટતા?
ગાંધીનગરઃ રાજ્યો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ સૂચનો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18-44 વર્ષના લોકોને રસીકરણ માટે મળેલ ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે હવે ઓન લાઈન રજિસ્ટ્રેશન અને સપોર્ટિંગ ગ્રુપ રજિસ્ટ્રેસનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ લોકો રસી લેવા ન આવે અને દિવસના અંતે કેટલાક ડોઝ વધ્યા હોય તો એવા કેસમાં રસી બરબાદ થતી અટકાવવા માટે કેટલાક લાભાર્થિઓને સાઈટ પર જ રસિસ્ટ્રેશન કરી રસી આપી શકાય છે. જોકે, ગુજરાતના આરોગ્ય વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે.
આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે
CoWIN એપ પર એક મોબાઈલથી ચાર લાભાર્થિઓનું રજિસ્ટરેશન થઈ શકે છે. આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપના માધ્યમથી રસિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. જેની પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન અથવા મોબાઈલ ફોન નથી, તેમની રસી માટે પહોંચ હજુ પણ મર્યાદિત છે. આવા લોકોને cohort’s facility મળી શકે છે.
Cowin પર 18થી 44 વર્ષના લોકો માટે ઓન સાઇટ રજિસ્ટ્રેશન અને એપોઈન્ટમેટ શરૂ થઈ ગયું છે. આ સુવિધા હાલમાં માત્ર સરાકરી કોરોના રસીકરણ કેન્દ્ર માટે જ છે.
આ સુવિધા હાલમાં ખાનગી કોવિડ રસીકરણ સેન્ટર માટે ઉપલબ્ધ નથી. ખાનગી સીવીસીએ પોતાના રસીકરણ કાર્યક્રમને ખાસ કરીને ઓનલાઈન અપોઈન્મેન્ટ માટે સ્લોટની સાથે જાહેર કરવાના રહેશે.