કોરોનાના દર્દીને તાવ ન હોય તો પણ શું પેરાસિટામોલ ટેબલેટ લેવી જોઇએ? જાણો શું કહ્યું એમ્સના ડાયરેક્ટરે
કોરોના સંક્રમિત દર્દીને કેટલીક દવા આપવામાં આવે છે. પેરાસિટામોલ પણ તેમાંની એક છે. જો કે હોમ આઇસોલેટ દર્દીને આ દવાના ડોઝને લઇને મુંઝવણ ઉભી થાય છે. તાવ ન હોય તો પણ કોરોનાના દર્દીને પેરાસિટામોલ આપવી જોઇએ કે નહીં ક્યારે અને ક્યાં સમયે આપવી જોઇએ, આ મુદ્દે એમ્સના ડાયરેક્ટક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરતાં હોમ આઇસોલેટ દર્દીની મુંઝવણને દૂર કરી છે
Coronavirus:દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં કેસ 3 લાખને પાર થઇ ગયા છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલે પણ વધુ પડકારરૂપ બની રહી છે કે, કોરોનોનો નવો સ્ટ્રેનમાં અનેક જુદા જુદા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં ખાસ કરીને હોમઆઇસોલેટ દર્દીઓ વધુ અસમંજંસની સ્થિતિમાં છે. એક સવાલ છે કે, કોરોનાના દર્દીએ પેરાસિટામોલ ટેબલેટ ક્યાં સુધી લેવી...
કોરોનાની મહામારી માનવજાત અને તેની સિસ્ટમ સામે પણ પડકાર રૂપ બની રહી છે. આ સ્થિતિમાં દર્દીને પણ અનેક સવાલ થઇ રહ્યાં છે. ન્યૂ સ્ટ્રેને કારણે હોમ આઇસોલેટ દર્દી મૂંઝાઇ રહ્યાં છે. તો હોમ આઇસોલેટ દર્દીની મૂંઝવલણને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ દૂર કરી છે. કેટલાક હોમઆઇસોલેટ દર્દીને સવાલ થાય છે કે..
- શું કોરોનાના દર્દીએ તાવ ન હોય તો પણ પેરાસિટામોલ લેવી જોઇએ?
- કોરોનાના પેશન્ટે ક્યારે અને ક્યાં સુધી પેરાસિટામોલ લેવી જોઇએ?
કોરોનાના હોમઆઇસોલેટ દર્દીને મુંઝવતા કેટલાક સવાલના જવાબ આપીને એમ્સના ડાયરેક્ટરે મૂંઝવણો દૂર કરવા પ્રયાસ કર્યો છે. કોરોના દર્દીને તાવમાં પેરાસિટામોલ દવા આપવામાં આવે છે પરંતુ જો દર્દીને તાવ ન હોય તો આ દવા ન આપવી જોઇએ. ડોક્ટરે ગુલેરિયાએ જણાવ્યું કે, શરીરમાં તાવ ન હોય અને ખોટા ડરથી આવી એલોપેથી દવા લેવી શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. દવા વ્યક્તિની ઉંમર, વજન અને તેની સક્રિયતા જોઇને નક્કી થાય છે. જો દર્દીને વાત ન હોય તો પેરાસિટોમલની દવા આપવાનો કોઇ અર્થ નથી. આ તાવની દવા હોવાથી શરીરમાં ટેમ્પરેચર જણાય તો જ આપવી જોઇએ..