શોધખોળ કરો

એઇમ્સે વાજપેયીની તબિયતને લઈ બહાર પાડ્યું બુલેટિન, સ્થિતિ હજુ પણ છે અતિ નાજુક

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અતિ નાજુક છે. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. હાલ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 93 વર્ષીય પૂર્વ પીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા વાજપેયી 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે. એઇમ્સ દ્વારા આજે સવારે વાજપેયીનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત અડધી કલાકમાં નવું બુલેટિન પણ જાહેર કરવામાં આવી શકે છે. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ વાજયેપીની તબિયત જોવા આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ નાયબ વડાપ્રધાન તથા વાજપેયીના નિકટના સાથી લાલકૃષ્ણ અડવાણી 2 કલાકથી એઇમ્સમાં છે. બુધવારે સાંજે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોંચીને વાજપેયીની હાલત જાણીતી હતી. મોદી આશરે 50 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. 25 ડિસેમ્બર, 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણ દેવી હતું. વાજપેયી તેમના માતા-પિતાનું સાતમું સંતાન હતા. તેમને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો હતી.અટલજીના મોટા ભાઈઓના નામ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા. ગુજરાત રમખાણોને લઈ વાજપેયીએ સંસદમાં કહી હતી આ વાત ને વિપક્ષની થઈ ગઈ હતી બોલતી બંધ, જાણો વિગત વાજપેયીની તબિયત જોવા માટે હાલ રાજનેતાઓ મોટી સંખ્યામાં એઇમ્સ પર ઉમટી પડ્યા છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટરની એક ટીમ સતત વાજપેયીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. એઇમ્સ વતી બુધવારે સાંજે મેડિકલ બુલેટિન બહાર પાડીને જણાવાયું હતું કે તેમની હાલત નાજુક છે અને કોઈ સુધારો થઈ રહ્યો છે. અટલજી જ્યારે પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું. કોલેજમં પણ તેમણે વાદ-વિવાદ સ્પર્ધામાં પ્રથમ ઈનામ જીત્યું હતું. ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ (હાલની લક્ષ્મીબાઈ કોલેજ)માંથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સ્નાતકમાં તેમણે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ડિસ્ટિંકશન મેળવ્યું હતું. કવિ, પત્રકાર, રાજનેતાઃ દરેક રોલમાં વાજપેયીએ જમાવી ધાક અટલ બિહારી વાજપેયી 1951થી ભારતીય રાજનીતિનો હિસ્સો બન્યા હતા. તેઓ 1955માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા. જે બાદ 1957માં સાંસદ બન્યા. અટલ બિહારી વાજપેયી કુલ 10 વખત લોકસભા સાંસદ રહ્યા. ઉપરાંત 1962 અને 1986માં રાજ્યસા સાંસદ પણ રહ્યા. આ દરમિયાન અટલજીએ ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી અને મધ્ય પ્રદેશથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા. આ ઉપરાંત તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. આમ ચાર અલગ અલગ રાજ્યોમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હોય તેવા એક માત્ર સભ્ય છે. અટલ બિહારી વાજપેયી માસિક મેગેઝિન ‘રાષ્ટ્રધર્મ’ અને ‘પાંચજન્ય’ ઉપરાંત સમાચાર પત્રો ‘સ્વદેશ’ અને ‘વીર અર્જુન’ના સંપાદક રહ્યા છે.  વર્ષ 1999ની વાજપેયીની પાકિસ્તાન યાત્રાની તેમની પાર્ટીના જ કેટલાક નેતાઓએ આલોચના કરી હતી. તેઓ બસમાં સવાર થઈને લાહોર પહોંચ્યા હતા. વાજપેયીની આ રાજકીય સફળતાને ભારત-પાક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવતી હતી પરંતુ આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગુપચુપ અભિયાન અંતર્ગત સૈનિકોને કારગિલમાં ઘૂસણખોરી કરાવી અને તે બાદ થયેલા યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી. આ હોટ એક્ટ્રેસના ફેન હતા અટલ બિહારી વાજપેયી, એક જ ફિલ્મ 25 વખત જોઈ ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે અને 2009થી તેઓ વ્હીલચેર પર છે. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Embed widget