Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે.
Air India Flight Emergency: ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613માં ખામી સર્જાઈ હતી. આ પછી પાયલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે. આ ફ્લાઈટ ત્રિચીથી શારજાહ જઈ રહી હતી. 8:14 કલાકે ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી હતી.
The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6
— ANI (@ANI) October 11, 2024
આ પહેલા પાઈલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. વાસ્તવમાં, ટેકઓફ પછી ફ્લાઇટના પૈડા અંદર નહોતા ગયા અને પાઈલટ ફ્લાઈટને લેન્ડ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઈમરજન્સીથી બચવા માટે તેમણે 2 કલાક હવામાં ચક્કર લગાવ્યા હતા.
#WATCH | Tamil Nadu: The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah, which faced a technical problem (Hydraulic failure), has landed safely at Tiruchirapalli airport.
— ANI (@ANI) October 11, 2024
(Outside visuals from Tiruchirapalli airport) pic.twitter.com/ttcQCMW7HJ
ફ્લાઇટનું વજન ઘટાડવા ઇંધણ ડમ્પ કરવાની યોજના હતી
અગાઉ એરક્રાફ્ટને હળવુ કરવા માટે ફ્યુઅલ ડમ્પિંગ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જોકે, એરક્રાફ્ટ રહેણાંક વિસ્તારો પર ચક્કર લગાવી રહ્યું હોવાથી આવું થયું ન હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સાવચેતી તરીકે, અમે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે.
હાઇડ્રોલિક ખરાબી કેવી રીતે થાય છે ?
ત્રિચી એરપોર્ટના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, પાઇલટે હાઇડ્રોલિક ફોલ્ટ અંગે એર સ્ટેશનને જાણ કરી હતી. એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક ખરાબી ત્યારે થાય છે જ્યારે સિસ્ટમ કે જે લેન્ડિંગ ગિયર, બ્રેક્સ અને ફ્લૅપ્સ જેવા મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવા દબાણયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરે છે તે યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરે છે.
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો