Air India Plane Crash: DNA ટેસ્ટમાં 87 પીડિતોના સેમ્પલની થઇ ઓળખ, પરિવારજનોને સોંપાયા 41 મૃતદેહો
Air India Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે.

Air India Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 41 મૃતદેહો પરિવારને સોંપાઈ ચુક્યા છે. મોડી રાતે વધુ સાત મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના ડો.ભાવેશ શેતાનીનો મૃતદેહ પરિવારનો સોંપાયો હતો. વડોદરાના ભારતીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમરેલીના વડિયાના અર્જુન પટોળિયાનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો.નિરાલી પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો છે. ડો. નિરાલીબેન પટેલ કેનેડાના નાગરિક અને મૂળ લુણાવાડાના રહેવાસી છે. અત્યાર સુધી 87ના DNA મેચ થઈ ચુક્યા છે.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 41 મૃતદેહો પરિવારને સોંપાઈ ચુક્યા છે. મોડી રાતે વધુ સાત મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના ડો.ભાવેશ શેતાનીનો મૃતદેહ પરિવારનો સોંપાયો હતો. વડોદરાના ભારતીબેન પટેલનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમરેલીના વડિયાના અર્જુન પટોળિયાનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો.નિરાલી પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો છે. ડો. નિરાલીબેન પટેલ કેનેડાના નાગરિક અને મૂળ લુણાવાડાના રહેવાસી છે. અત્યાર સુધી 87ના DNA મેચ થઈ ચુક્યા છે.
જેમ જેમ મૃતદેહોના ડીએનએ સેમ્પલના રિપોર્ટ સંબંધીઓ સાથે મેચ થઈ રહ્યા છે તેમ તેમ સંબંધીઓને ફોન પર જાણ કરવામાં આવી રહી છે અને એમ્બ્યુલન્સ સાથે એક એસ્કોર્ટ વાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જેથી સંબંધીઓ સરળતાથી મૃતદેહોને તેમના ઘરે લઈ જઈ શકે. આ ઉપરાંત મૃતદેહો સાથે સંબંધીઓને મૃત્યુ પ્રમાણપત્ર, ડીએનએ નમૂનાનો રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો પણ આપવામાં આવી રહ્યા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા છે, જેમાં વિમાનમાં 241 મુસાફરોનો સમાવેશ થાય છે. આમાંથી 33 મૃતકોના ડીએનએ રિપોર્ટ તેમના સંબંધીઓ સાથે મેચ થયા બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યા છે.
33 મૃતકો ઉપરાંત તેમના સંબંધીઓ રાત્રે 2 મૃતદેહો લેવા આવશે. 13 મૃતકોના સંબંધીઓ સવારે આવશે, 31 મૃતકોના સંબંધીઓને મૃતદેહો સોંપાશે. ઉપરાંત 11 મૃતકોના સંબંધીઓએ એક કરતાં વધુ સંબંધીઓ ગુમાવ્યા છે, જેના કારણે બાકીના મૃતકો સાથે ડીએનએ રિપોર્ટ મેચ કર્યા પછી, તેઓ મૃતદેહો લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એકસાથે પહોંચશે.
33 મૃતકોના સંબંધીઓને સોંપવામાં આવેલા મૃતદેહોમાં અમદાવાદના 12, વડોદરાના 5, મહેસાણાના 4, આણંદના 4, ખેડાના 2, ભરૂચના 2 અને બોટાદ, જોધપુર, અરવલ્લી અને ઉદયપુરના 1-1 મૃતદેહનો સમાવેશ થાય છે. દરેક મૃતકના સંબંધીઓને મૃતદેહ સોંપવા માટે વહીવટીતંત્ર દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને પ્રોફેશનલ કાઉન્સિલરનો સમાવેશ થાય છે.





















