શોધખોળ કરો
Advertisement
25 મેથી શરૂ થનારી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ગાઈડલાઈન જાહેર, બે કલાક પહેલા પહોંચવું પડશે એરપોર્ટ
દેશમાં 25 મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થવા જઈ રહી છે. જેના માટે એરપોર્ટ ઓથોરિટીએ ગાઈડલાઈન જાહેર કરી છે.
નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે 25 મેથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થવા જઈ રહી છે. જેના માટે એરપોર્ટ અથૉરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી (સ્ટાન્ડર્ડ પ્રોસીજર) હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. જેમાં જણાવવામાં આવ્યું છે યાત્રીઓએ કયા કયા નિયમોનું પાલન કરવું પડશે.
યાત્રીઓએ કયા નિયમોનું પાલન કરવું પડશે
- ઘરેલુ યાત્રા માટે પેસેન્જર્સે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે.
- એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યા બાદજ પ્રવેશ મળશે
- 14 વર્ષથી વધુ ઉંમરના યાત્રીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયા છે. જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.
- યાત્રીઓએ પોતાની પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે.
- યાત્રીઓએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે
- યાત્રીઓને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે
આ સિવાય અન્ય ગાઈડલાઈન્સ પણ છે જેના પ્રમાણે આગમન અને પ્રસ્થાનના અલગ અલગ નિયમોનું પાલન કરવું પડશે. તમામ પેસેન્જર્સ માસ્ક અને ગ્લવ્સ પહેરવું ફરજીયાત રહેશે. જેમની ફ્લાઈટ્સ ડિપાર્ચરમાં 4 કલાકનો સમય બાકી હોય તેમને જ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવશે.
એરપોર્ટ ઓપરેટ્સને યાત્રીઓને બેગેજને ટરમિનલમાં એન્ટ્રી આપતા પહેલા સેનેટાઈઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement