મોદી કેબિનેટમાં NCPને નહીં મળે જગ્યા? રિસાયા અજીત પવાર, શરદ પવાર જૂથે માર્યો ટોણો
PM Modi Oath Ceremony: જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ પરના તેમના નિવાસસ્થાને સંભવિત પ્રધાનો સાથે બેઠક યોજી હતી, ત્યારે અજિત પવારના જૂથના NCPમાંથી કોઈ હાજર નહોતું.
Narendra Modi 3.0 Cabinet: નરેન્દ્ર મોદીની નવી સરકાર રવિવારે (9 જૂન) શપથ લેવા જઈ રહી છે. આ દરમિયાન, એવી અટકળો છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળની NCPને મોદી કેબિનેટ(Narendra Modi 3.0 Cabinet)માં સ્થાન નહીં મળે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને સંભવિત પ્રધાનો સાથે બેઠક યોજી ત્યારે NCPમાંથી કોઈ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી ચીફ અજિત પવાર નવી કેન્દ્ર સરકારમાં સામેલ થવા માટે કોઈ કોલ ન મળવાથી નારાજ છે.
#WATCH | Maharashtra Deputy CM Devendra Fadnavis says, "Nationalist Congress Party was offered one seat from the government- MoS Independent Charge. But their request was from their side Praful Patel's name was finalised and he was already a minister. Therefore, he would not be… pic.twitter.com/pqij8h1Vxc
— ANI (@ANI) June 9, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં NCP સાંસદ સુનીલ તટકરેના ઘરે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે NCP નેતા પ્રફુલ પટેલ અને છગન ભુજબળ પણ અહીં હાજર છે. સુનીલ તટકરે રાયગઢ લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે પ્રફુલ પટેલ રાજ્યસભાના સભ્ય છે.
શરદ પવાર જૂથે ટોણો માર્યો
બીજી તરફ શરદ પવાર જૂથના NCP નેતા રોહિત પવારે અજિત પવાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “અજિત દાદાની શક્તિ ઓછી થઈ ગઈ છે. ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે અમને તમારાથી ફાયદો થયો નથી. અજિત દાદાએ આગળ જતા ભાજપના સિમ્બોલ પર લડવું પડશે. દાદાનો સૌથી વધુ ફાયદો પ્રફુલ્લ પટેલને થયો છે. EDની તપાસ પણ બંધ થઈ ગઈ અને રાજ્યસભા પણ મળી.
તમને જણાવી દઈએ કે અજિત પવાર શુક્રવારે (7 જૂન)ના રોજ દિલ્હીમાં NDAની બેઠકમાં સામેલ થયા હતા અને આ દરમિયાન તેમણે મંચ પરથી કહ્યું હતું કે તેઓ NDAના નેતા તરીકે પીએમ મોદીનું સમર્થન કરે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ ચૂંટણીમાં મહાયુતિને ઘણું નુકસાન થયું છે. આ ગઠબંધનમાં સામેલ ભાજપને 9 બેઠકો મળી છે. જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાને 7 અને અજિત પવાર જૂથની NCPને માત્ર એક બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીએ ચૂંટણીમાં 30 બેઠકો જીતી છે.