શોધખોળ કરો

‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન

akhilesh yadav azamgarh visit: આઝમગઢ પહોંચેલા સપા પ્રમુખે રામ મંદિરમાં પ્રસાદ ચોરીથી લઈને આગામી 2027ની ચૂંટણી સુધીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અખિલેશે ભાજપ પર રામ મંદિર દાન ચોરીનો ગંભીર આરોપ મૂક્યો.
  • લોકશાહી બચાવવા ભાજપને હરાવવું અત્યંત જરૂરી હોવાનું કહ્યું.
  • ઓમ પ્રકાશ રાજભરની 'સોદાબાજી શક્તિ' સમાપ્ત થઈ હોવાનું જણાવ્યું.
  • અયોધ્યા વિકાસ અને PDA ગઠબંધન પર પણ ભાર મૂક્યો.

akhilesh yadav azamgarh visit: સમાજવાદી પાર્ટીના (સપા) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવારે (27 જૂન) આઝમગઢની મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રામ મંદિરમાં દાન અને પ્રસાદ ચોરીના વિવાદથી લઈને 2027 ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીના વિવિધ મુદ્દે ભાજપને ઘેર્યું હતું. તેમણે જનતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે યુપીના લોકોએ ભાજપને સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે, અને જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો કદાચ ભવિષ્યમાં ક્યારેય ચૂંટણીઓ યોજાશે જ નહીં અને લોકોનો મતદાનનો અધિકાર છીનવાઈ જશે. તેમણે ભાજપ પર ધર્મના નામે પૈસા કમાવવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.

ભાજપ માટે ધર્મ કરતા પૈસા વધારે વહાલા

અયોધ્યામાં રામ મંદિર સંબંધિત દાનની કથિત ચોરી વિશે બોલતા અખિલેશે સીધો હુમલો કરતા કહ્યું કે, "અયોધ્યા આપણા સનાતન ધર્મનું આસ્થાનું મોટું કેન્દ્ર છે, અને ત્યાં આવી ચોરીની ઘટનાઓ ખૂબ જ શરમજનક છે. સરકારે તો આ મામલે તપાસ કમિટી પણ બનાવવી પડી છે." તેમણે ટોણો મારતા કહ્યું કે ભાજપ માટે પૈસા પહેલી પ્રાથમિકતા છે અને ધર્મ બીજા નંબરે આવે છે. ભગવાન રામની આસ્થા સાથે રમત રમનારાઓને ભગવાન ક્યારેય માફ નહીં કરે. સીએમ યોગી પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભલે ઘણીવાર અયોધ્યા ગયા હોય, પરંતુ તેમની માહિતી અને સુરક્ષા વ્યવસ્થા ત્યાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે.

લોકશાહી બચાવવા ભાજપને હરાવવું જરૂરી

મુસ્લિમ સમાજના મુદ્દાઓ પર કોંગ્રેસ નેતા ઈમરાન મસૂદની ચુપકીદી અંગે પૂછવામાં આવતા અખિલેશે કહ્યું કે તેઓ બરાબર જાણે છે કે ક્યારે અને કયા મુદ્દા પર બોલવું. પણ આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં લોકશાહી બચાવવા માટે ભાજપને હરાવવું ખૂબ જ જરૂરી છે. જો આ લોકો ફરીથી સત્તા પર બેસી ગયા, તો લોકશાહી વ્યવસ્થા માટે મોટો ખતરો ઊભો થઈ જશે.

આ પણ વાંચોઃ સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

ઓમ પ્રકાશ રાજભરની સોદાબાજી કરવાની તાકાત પૂરી થઈ ગઈ છે

આઝમગઢમાં યોજાયેલી 'દિશા' બેઠક દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટની (કલેક્ટર) ગેરહાજરી મુદ્દે તેમણે ખાતરી આપી કે જો સપાની સરકાર બનશે, તો બધા જ અધિકારીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. વળી, સમાજવાદી પાર્ટીમાં ભાગલા પડવા અંગે ઓમ પ્રકાશ રાજભરે જે નિવેદનો આપ્યા હતા, તેનો વળતો જવાબ આપતા અખિલેશે કહ્યું કે હવે રાજભરની "સોદાબાજી કરવાની તાકાત" (બાર્ગેનિંગ પાવર) સાવ પૂરી થઈ ગઈ છે, અને એટલે જ તેઓ માત્ર પોતાની મરજી મુજબ ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે.

અયોધ્યાનો વિકાસ અને ઓવૈસી સાથે ગઠબંધન

અયોધ્યાના વિકાસની વાત પર અખિલેશે વિશ્વાસ અપાવ્યો કે જો સપાની સરકાર આવશે, તો અયોધ્યાનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન ભાજપ સરકારે અયોધ્યાની છબી ખરડી છે. સપાની સરકાર અયોધ્યામાં આધુનિક સુવિધાઓ તો લાવશે જ, સાથે સાથે તેનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો પણ સાચવશે. છેલ્લે, 2027 ની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરવાના સવાલ પર અખિલેશે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને માત્ર એટલું જ કહ્યું કે PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) માં સામેલ પક્ષો સાથે મળીને જ તેઓ ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ રામ મંદિર કૌભાંડ: 15 પાનાના SIT રિપોર્ટમાં ચંપત રાય પર શંકા, મચી શકે છે મોટો ખળભળાટ

Frequently Asked Questions

અખિલેશ યાદવે ભાજપ પર ધર્મ અંગે શું આરોપ લગાવ્યો?

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ધર્મના નામે પૈસા કમાય છે અને તેમના માટે ધર્મ કરતા પૈસા વધારે વહાલા છે. રામ મંદિરના દાનની ચોરીને શરમજનક ગણાવી હતી.

અખિલેશ યાદવે યુપીની ચૂંટણીઓ અંગે શું ચેતવણી આપી?

તેમણે ચેતવણી આપી કે જો ભાજપ ફરી સત્તામાં આવશે, તો કદાચ ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાશે નહીં અને લોકોનો મતદાનનો અધિકાર છીનવાઈ જશે. લોકશાહી બચાવવા ભાજપને હરાવવું જરૂરી છે.

અયોધ્યાના વિકાસ અંગે અખિલેશ યાદવનું શું કહેવું છે?

તેમણે કહ્યું કે જો સપાની સરકાર આવશે તો અયોધ્યાનો ઝડપી વિકાસ થશે. સપા આધુનિક સુવિધાઓ લાવશે અને તેનો ધાર્મિક-સાંસ્કૃતિક વારસો પણ સાચવશે.

અખિલેશ યાદવે ઓમ પ્રકાશ રાજભર વિશે શું ટિપ્પણી કરી?

અખિલેશે કહ્યું કે હવે ઓમ પ્રકાશ રાજભરની

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget