Yogi Adityanath Oath Ceremony: યોગી સરકાર 2.0ના શપથગ્રહણ બાદ અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
યોગી આદિત્યનાથે આજે યુપીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે.
Yogi Government 2.0: યોગી આદિત્યનાથે આજે યુપીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આવી સ્થિતિમાં પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે યુપીની નવી સરકારને અભિનંદન પાઠવ્યા છે.
અખિલેશ યાદવે કહ્યું, “નવી સરકારને અભિનંદન કે તે સપા દ્વારા બનાવવામાં આવેલા સ્ટેડિયમમાં શપથ લઈ રહી છે. શપથ માત્ર સરકાર બનાવવાના જ નહીં, પરંતુ લોકોની સાચી સેવાના પણ લેવા જોઈએ. આ સાથે જ અખિલેશ યાદવે આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી ન હતી.
52 મંત્રીઓએ શપથ લીધા
ઉત્તરપ્રદેશમાં આજે સીએમ યોગીની સાથે વધુ 52 મંત્રીઓએ શપથ લીધા. જેમાં કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ સાથે સૂર્યપ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જય વીર સિંહ, ધરમપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જીતિન પ્રસાદ, રાકેશ સચન, અરવિંદ કુમાર શર્માનો સમાવેશ થાય છે.
આ સાથે જ યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ અને સંજય નિષાદે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. યોગી આદિત્યનાથની કેબિનેટમાં કુલ 52 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે અને તેમાં સૌથી વધુ બ્રાહ્મણો છે. કુલ 8 બ્રાહ્મણોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ રીતે એસસી સમાજમાંથી 8, જાટ સમાજમાંથી 5, ઠાકુર સમાજમાંથી 6 અને કાયસ્થ સમાજમાંથી એક મંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂમિહાર જ્ઞાતિના બે નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં ઈતિહાસ રચતા યોગી આદિત્યનાથે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 52 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. યોગી સરકાર 2.0 માં ભાજપે જાતિગત સમીકરણને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. આ વખતે યુપી કેબિનેટમાં જાટ સમુદાયમાંથી 8 મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 8 મંત્રીઓ બ્રાહ્મણ સમાજના છે. જ્યારે 8 મંત્રીઓ અનુસૂચિત જાતિના છે.