શોધખોળ કરો
‘દલાલ’ કહેવા પર ભાવુક થયા અમરસિંહ, કહ્યું અખિલેશનો સાથ ક્યારેય નહી આપુ

લખનઉ: સપા પરિવારમાં વિવાદ બાદ અમરસિંહ પ્રથમ વખત સામે આવ્યા છે. સપાના રાજ્યસભાના સાંસદ અમરસિંહે ભાવુક શબ્દોમાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે અખિલેશ તરફથી દલાલ કહેવા પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે અખિલેશને આ શબ્દો કહેવામાં બે દશક જેટલ સમય લાગ્યો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે અખિલેશને ત્યારે કેમ ન લાગ્યા જ્યારે તે મારી સાથે ઓસ્ટ્રલિયા ગયા હતા. આ સાથે તેમણે એ ધટના પણ યાદ અપાવી કે સંપૂર્ણ પરિવાર અખિલેશના લગ્નની વિરૂધ્ધમાં હતો. અમરસિંહે દાવો કર્યો કે લગ્નના સમયે માત્ર તે તેની સાથે હતા.
તેમણેવધુમાં કહ્યું તે પહેલા મુલાયમ સાથે પછી અખિલેશની સાથે, પરંતુ સાથે એ પણ કહ્યું કે તે સત્તાધારી અખિલેશનો સાથ ક્યારેય નહી આપે. તેમણે કહ્યું અખિલેશ મારા માટે ભત્રિજો છે.
અમરસિંહએ કહ્યું કે તે અખિલેશના લગ્નનો આલ્બમ જોઈ ધણા ભાવુક થયા હતા. આ સાથે તાજા વિવાદમાં ઉભરેલા આશુ મલિક વિશે અમરસિંહે કહ્યુ તે તેને નથી જાણતા. અમરસિંહે કહ્યું તેમણે રામગોપાલ વિશે પણ ક્યારેય અપશબ્દ નથી કહ્યાં.
વધુ વાંચો





















