Amarinder Singh Meets Amit Shah: અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ, શું ભાજપમાં જોડાશે?
પંજાબ કોગ્રેસમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
Amarinder Singh Meets Amit Shah: કોગ્રેસના સીનિયર નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. આ બંન્ને નેતાઓ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત થઇ હતી. પંજાબ કોગ્રેસમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
નોંધનીય છે કે અમરિંદર સિંહ મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ કોઇ નેતા સાથે મુલાકાત કરશે તો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે હું કોઇ નેતા સાથે મુલાકાત કરીશ નહી. અહી હું મારા ઘરે જઇશ અને સામાન એકઠો કરીશ અને પંજાબ પાછો લઇ જઇશ.
નોંધનીય છે કે આ બંન્ને નેતાઓની મુલાકાત એવા સમયમાં થઇ છે જ્યારે પંજાબ કોગ્રેસમાં રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. પાર્ટીના પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેના કલાકની અંદર જ પંજાબ કોગ્રેસના અનેક નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે અણબનાવ કોઇથી છૂપાયેલ નથી. સિદ્ધુના રાજીનામા બાદ નિશાન સાધતા અમરિંદર સિંહે કહ્યું હતું કે તે એક અસ્થિર અને ખતરનાક વ્યક્તિ છે. સરહદી રાજ્ય પંજાબને ચલાવવા લાયક નથી.
સિદ્ધુના રાજીનામાને નાટક ગણાવતા અમરિંદર સિંહે કહ્યું હતું કે તેમનું આ પગલું દર્શાવે છે કે તે કોગ્રેસ છોડીને વિધાનસભા ચૂંટણી માટે કોઇ અન્ય પાર્ટીમાં સામેલ થવાની ભૂમિકા બનાવી રહ્યા છે. હું કહેતો આવ્યો છું કે આ અસ્થિર અને ખતરનાક વ્યક્તિ છે. પંજાબ ચલાવવાની જવાબદારી તેને સોંપી શકાય નહીં.
India Corona Cases: દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, સતત બીજા દિવસે 20 હજારથી ઓછા નોંધાયા કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ
ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનો ‘ખતરો’, 150 કિમી સુધીની ઝડપે ફૂંકાશે પવન, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના પૂર પીડિતો માટે શું કરી જાહેરાત? જાણો વિગત