Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........
રિપોર્ટ્સ અનુસાર, માં બિન્દુએ દીકરા વિવેકને પ્રોત્સાહિત કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. વિવેક જ્યારે દસ વર્ષનો હતો, તો બિન્દુએ પુસ્તકો વાંચવાનુ શરૂ કરી દીધુ,
Kerala PSC Examination Results: કેરળમાં તમામ બાધાઓને પાર કરીને એક માંએ ગજબનો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. 42 વર્ષની માંએ પોતાના 24 વર્ષની દીકરાની સાથે લોક સેવા આયોગની પરીક્ષા આપી અને એકસાથે પાસ પણ કરી દીધી. આ પહેલા માં-દીકરા બન્નેએ એકસાથે અભ્યાસ શરૂ કર્યો હતો. પીએસસીમાં સફળ થવાની ખુશી તસવીરમાં હંસતી માંના ચહેરા પર જોઇ શકાય છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, માં-દીકરા કેરળના મલ્લપુરમના રહેવાસી છે. માંનુ નામ બિન્દુ અને તેના દીકરાનુ નામ વિવેક છે. વિવેકે આ ઉપલબ્ધિ પર મીડિયા પોતાનો અનુભવ શેર કર્યો, કહ્યું - અમે સાથે કૉચિંગ ક્લાસ કર્યા, મારી માંના કારણે આ શક્ય બની શક્યુ છે, અને મારા પિતાએ અમે સુવિધાઓ પ્રૉવાઇડ કરી આપી. અમને અમારા શિક્ષકો પાસેથી ઢગલાબંધ પ્રેરણા મળી. અમે સાથે અભ્યાસ કર્યો પરંતુ ક્યારેય ન હતુ વિચાર્યુ કે સાથે સફળ થઇ જઇશુ. અમે બન્ને ખુશ છીએ.
રિપોર્ટ્સ અનુસાર, માં બિન્દુએ દીકરા વિવેકને પ્રોત્સાહિત કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. વિવેક જ્યારે દસ વર્ષનો હતો, તો બિન્દુએ પુસ્તકો વાંચવાનુ શરૂ કરી દીધુ, જેથી તેને જોઇને તે પણ અભ્યાસ કરે. આનુ પરિણામ એ આવ્યુ કે દીકરાની સાથે સાથે બિન્દુનો પણ અભ્યાસ શરૂ થઇ ગયો, અને બન્નેએ અંતિમાં પીએસસી પરીક્ષા પાસ કરીને આ સફળતા હાંસલ કરી દીધી.
"We went together to coaching classes. My mother brought me to this and my father arranged all facilities for us. We got a lot of motivation from our teachers. We both studied together but never thought that we'll qualify together. We're both very happy," said Vivek, son of Bindu pic.twitter.com/2qu23d0IHX
— ANI (@ANI) August 10, 2022
સોશિયલ મીડિયા પર આ ખબર પર યુઝર્સે ઘણી પ્રતિક્રિયા આપી છે અને તેમનું માનવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે આ મા-દીકરાની જોડીને યાદ રાખવી જોઈએ. ઘણાં યુઝર્સે લખ્યું છે કે આ ખબર ઘણી સારી છે, આમનાથી ઘણાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રેરણા મળશે.
આ પણ વાંચો.........
World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી
Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત
Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક
Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ
School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક