શોધખોળ કરો
Advertisement
30 વર્ષિય ડિલિવરી બોય રિર્ટન વસ્તુ લેવા માટે મહિલના ઘરે આવ્યો, ઘરમાં એકલી જોઈને મહિલાને અંદર લઈ ગયો પછી તેની સાથે યુવકે........
ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.
નવી દિલ્હી: નોઈડામાં રહેતી 43 વર્ષની એક મહિલાએ એમેઝોનના 30 વર્ષના ડિલિવરી એજન્ટ સામે જાતીય સતામણી અને દુષ્કર્મના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યાં છે કે, નોઇડાના એપાર્ટમેન્ટમાં તેના ઘરે આવેલા ડિલિવરી બોયે તેને હિપ્નોટાઈઝ કરીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.
ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ 30 વર્ષના ડિલિવરી બોયને શોધી રહી છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે એમેઝોન પાસેથી કેટલીક પ્રોડક્ટ ખરીદ કર્યાં બાદ તે તમામ વસ્તુ પરત કરવાની અરજી કરી હતી. આરોપી સવારે 11:20 વાગે પ્રોડક્ટ પરત લેવા તેના ફ્લેટ પર પહોંચ્યો હતો. સોસાયટી રજિસ્ટરમાં થયેલી નોંધ મુજબ તેનું નામ ભૂપેન્દ્ર પાલ હતું.
તેના પર મહિલાએ આક્ષેપ કર્યાં છે કે ભૂપેન્દ્રએ તેને હિપ્નોટાઇઝ કરતાં તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે યુવક તેની સામે કપડાં પહેર્યાં વગર ઉભો હતો. ત્યાર બાદ તેણે મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. મહિલાએ બાથરૂમમાં જઈને ફ્લોર વાઈપર ઉપાડીને યુવકને માર મારવાનું શરૂ કરતાં તે ભાગી ગયો હતો.
મહિલાની બહેને જણાવ્યું હતું કે, તે બપોરે બે વાગે બહેનના ફ્લેટ પર આવી હતી. સોસાયટી રજિસ્ટરમાં ભુપેન્દ્રએ લખેલા ફોન પર તેણે પૂછ્યું હતું કે તે ક્યાંથી આવ્યો હતો? તો તેણે જવાબ આપ્યો હતો કે તે સેક્ટર 58માં આવેલી એમેઝોન પિક અપ ઓફિસમાંથી આવ્યો હતો. બહેને એમેઝોનને પણ ફરિયાદ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement