‘સૌથી પહેલા અમેરિકા’, બાઈડન પ્રશાસને ભારતને કોરોના રસીનો કાચો માલ આપવા પર લગાવ્યો પ્રતિબંધ
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે.
વોંશિંગ્ટનઃ ભારતમાં જીવલેણ કોરોના વાયરસ (coronavirus) ની બીજી લહેલ ઝડપથી ફેલાઈ રહી છે. અમેરિકા (USA)માં એક બાજુ દાવો કરે છે કે સંકટના આ સમયમે તે ભારતની સાથે છે તો બીજી બાજુ તેણે ભારતને કરોના રસીનો કાચો માલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકા (America)નું કહેવું છે કે, તેની પ્રથમ જવાબદારી અમેરિકાના લોકોની જરૂરિયાતને જોવાની છે.
ભારતની રસીકરણ (Vaccination) અભિયાનમાં અટકી શકે છે
વિદેશી વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસને જ્યારે એ સવાલ પૂછામાં આવ્યો કે બાઈડ પ્રશાસન કોરોના રસીના કાચા માલની નિકાસન પર પ્રતિબંધ ઉઠાવવાના ભારતના આગ્રહ પર ક્યારે નિર્ણય કરશે તો તેમણે જવાબમાં કહ્યું કે, “અમેરિકા સૌથી પહેલા જે જરૂરી પણ છે, અમેરિકાન લોકોના મહત્વકાંક્ષી રસીકરમનના કામમાં લાગ્યા છે. આ રસીકરમ પ્રભાવી અને અત્યાર સુધી સફળ રહ્યું છે.” અમેરિકાના આ નિર્ણયથી ભારતમાં રસીનું ઉત્પાદન ધીમું પડી શકે છે.
અમારાથી શક્ય થશે એટલું કરીશું - અમેરિકા
પ્રવક્તાએ કહ્યું, “આ અભિયાન ખૂબજ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને અમે આ કેટલા કારણોને લીધે કરીએ છે. પ્રથમ, મેરિકાના લોકો પ્રત્યે અમારી વિશેષ જવાબદારી છે. બીજુ, કોઈપણ અન્ય દેશની તુલનામાં અમેરિકાના લોકોને આ બીમારીનો સૌથી વધારે માર પડ્યો છે. એટલા અમેરિકામાં જ લાખો લોકો સંક્રમિત થયા છે અને સાડા પાંચ લાખથી વધારે લોકોના મોત થયા છે.” તેમણે કહ્યું કે, આ માત્ર અમેરિકામાં હિતમાં જ નથી પરંતુ આ વિશ્વના અન્ય દેશોના હિતમાં છે કે અમેરિકાના તમામ લોકોને રસી લાગે. પ્રવક્તાએ કહ્યું કે, જ્યાં સુધી અન્ય દેશોની વાત છે, “અમે અમારી પ્રથમ જવાબદારી પૂરી કર્યા બાદ જે કંઈપણ શક્ય હશે એ કરીશું.”
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરુવારે 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 193,279 લોકો ઠીક પણ થયા છે. અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.