Covid Update: દેશમાં કોરોનાના કેસ વધતાં ટોચના વૈજ્ઞાનિકે શું કરી માંગ ? જાણો વિગત
Covid-19 Update: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
![Covid Update: દેશમાં કોરોનાના કેસ વધતાં ટોચના વૈજ્ઞાનિકે શું કરી માંગ ? જાણો વિગત Amid rising COVID cases, top scientist calls for ramping up genome sequencing, know details Covid Update: દેશમાં કોરોનાના કેસ વધતાં ટોચના વૈજ્ઞાનિકે શું કરી માંગ ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/06/799b9dbe27689c132be3464622b3f84b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid Update: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર રાકેશ મિશ્રાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ચોથી લહેરની સંભાવના ખૂબ ઓછી છે, મને નથી લાગતું કે ભારતમાં કોરોનાની આગામી લહેર હમણાં આવી રહી છે.
કોરોના સામેની લડાઈમાં શું છે મહત્વપૂર્ણ હથિયાર ?
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ટ સોસાયટીના ડો.રાકેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપો બહાર આવતા રહેશે પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે બહુ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ નવા સ્વરૂપમાં દેખાતો રહેશે, પોતાને પરિસ્થિતિ સાથે ઢાળી દેશે. પરંતુ જો આપણે દરેક પ્રકારની સાવચેતી રાખતા રહીએ તો તેની ચિંતા કરવાની જરૂર નથી. કોરોના સામેના આ યુદ્ધમાં માસ્ક મહત્વપૂર્ણ હથિયાર છે. મને નથી લાગતું કે ભારતને કોરોનાની ચોથી લહેર જોવા મળશે કારણ કે તેની સંભાવના ઘણી ઓછી લાગી રહી છે.તેમણે જિનોમ સિક્વન્સિંગ વધારવાની માંગ કરી હતી.
લોકોને છે આ અપીલ
ડો.રાકેશે કહ્યું કે, ડેટામાં જે કોરોનાના કેસો બતાવવામાં આવી રહ્યા છે તેની વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ હોઈ શકે છે. તે ક્યાંક તેના કરતા ઘણું વધારે હોઈ શકે છે. પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. સાવચેતી રાખીને કોરોનાને દૂર રાખી શકાય છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ એકબીજાથી અંતર રાખે, માસ્ક પહેરે અને સ્વચ્છતાનું ધ્યાન રાખે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4270 નવા કેસ નોંધાયા છે અને 9 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ 25 હજારને પાર થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 25,782 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,701 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,30,852 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,12,87,000 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,57,187 ડોઝ આપવામાં આવ્યા હતા.
- 5 જૂન રવિવારે 4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત
- 4 જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
- 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
- 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)