શોધખોળ કરો

'અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક', ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં કરવામાં આવ્યો આ મોટો દાવો 

શિવસેના-યુબીટીના મુખપત્ર સામનાએ દાવો કર્યો છે કે 22 ફેબ્રુઆરીએ પુણેમાં અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી.

Maharashtra News: શિવસેના-યુબીટીના મુખપત્ર સામનાએ દાવો કર્યો છે કે 22 ફેબ્રુઆરીએ પુણેમાં અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. કોલમમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં મરાઠી સાહિત્ય સંમેલન અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી, પરંતુ આ બધામાં મરાઠી વ્યક્તિનું સ્વાભિમાન અને આત્મસન્માન ક્યાંક ખોવાઈ ગયું. મહારાષ્ટ્રની પકડ સંપૂર્ણપણે દિલ્હીના હાથમાં છે અને મહારાષ્ટ્રના નેતાઓ અમિત શાહને મળવા માટે સવારે 4 વાગ્યા સુધી રાહ જોઈ રહ્યા છે.

મુખપત્ર સામના અનુસાર, "મરાઠા અસ્મિતાની સોદાબાજી કરનારાઓની ફૌજ આજે મહારાષ્ટ્રમાં ઉભી થઈ ગઈ છે. શિવાજી મહારાજ અને સંભાજી મહારાજના સમયમાં પણ વતનદારી માટે ગદ્દારી કરવામાં આવતી હતી અને આજે પણ સત્તાના લોભમાં દિલ્હીને સલામ કરવામાં આવે છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે સામે બળવો થયો ત્યારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ 'મરાઠા સ્વાભિમાન'ની લડાઈ છે. પણ એ જ શિંદે આજે દિલ્હીના દરબારમાં માથું ટેકવીને ઊભા છે.

શિંદે સવારે 4 વાગ્યા સુધી રાહ જોતા હતા - સામના

સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે સવાર-સવાર શું થયું હતું.  લેખમાં તેની વિગતો પણ લખી છે. તેમણે કહ્યું કે 22 ફેબ્રુઆરીએ સવારે 4 વાગે પુણેના કોરેગાંવ પાર્કમાં આવેલી 'વેસ્ટઈન' હોટલમાં શિંદે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. 

સામનાનો દાવો છે કે, બેઠકમાં આ ચર્ચા થઈ હતી

અમિત શાહ: “શું વાત છે શિંદેજી? સવારના 4 વાગી રહ્યા છે, આટલી ઉતાવળ કેમ છે ?"

શિંદે: "તમે બધું જાણો છો, અહીં શું થઈ રહ્યું છે."

શાહ: "શું થઈ રહ્યું છે?"

શિંદે: “મારી અને મારા લોકોની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. મને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે વચન આપ્યું હતું કે હું મુખ્યમંત્રી બનીશ.

શાહ: “અમારા 125 ધારાસભ્યો ચૂંટાયા છે. તો તમે કેવી રીતે દાવો કરી શકો?"

શિંદે: "ચૂંટણી મારા નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી."

શાહ: “ના, ચૂંટણી મોદીજીના ચહેરા પર લડવામાં આવી હતી. તમારે શું ઈચ્છો છો?"

શિંદે: "મુખ્યમંત્રીનું પદ!"

શાહ: “હાલમાં આ થઈ શકે તેમ નથી. મુખ્યમંત્રી અમારી પાર્ટીના જ રહેશે. જો તમારે સીએમ બનવું હોય તો ભાજપમાં ભળી જાઓ. "કોઈ બહારનો વ્યક્તિ હવે મહારાષ્ટ્રનો સીએમ નહીં બને."

શિંદે: "તો પછી મારી પાર્ટીનું શું થશે ?"

શાહ: “તેને અમને સોંપી દો.  પાર્ટી અમે જ બનાવી હતી. તમે ચિંતા ન કરો." આ વાતચીત પૂરી થયા પછી જ્યારે શિંદે હોટલમાંથી બહાર આવ્યા તો તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ!, ફડવણીસે ફરી આપ્યો એકનાથ શિંદેને મોટો ઝટકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
Embed widget